Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

અમરેલીમાં વાતાવરણ પલટાયું :કમોસમી વરસાદ પહેલા જ જાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળ્યો

ભારે પવનના કારણે દરિયામાં તોફાની મોજાઓ ઉછળ્યા : માવઠાની આગાહીના પગલે જિલ્લાભરમાં વાદળછાયું વાતાવરણ :બુધવારે સમગ્ર કોસ્ટલ બેલ્ટમાં કરંટ વધી શકે તો પવનની ઝડપ પણ 40 થી માંડીને 60 કિમીની રહેશે

અમદાવાદ : રાજયમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે જાફરાબાદના દરિયામાં (Sea) કરંટ જોવા મળ્યો છે. તેમજ ભારે પવનના કારણે દરિયામાં તોફાની મોજાઓ ઉછળતા જોવા મળ્યા હતા. માવઠાની આગાહીના પગલે જિલ્લાભરમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. બુધવારે સમગ્ર કોસ્ટલ બેલ્ટમાં કરંટ વધી શકે છે તો પવનની ઝડપ પણ 40 થી માંડીને 60 કિમીની રહેશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ફરી એકવાર માવઠુ ખેડૂતો માટે મુશ્કેલી લઈને આવી શકે છે. રાજ્યમાં ફરી કમોસમી વરસાદ પડે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધી માવઠુ પડે તેવી આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણ પર તેની અસર વર્તાશે.

(11:19 pm IST)