Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

વ્‍યાજખોરોથી છૂટકારો અપાવવા મોરબીમાં પોલીસ દ્વારા લોન દરબારનું આયોજન

મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે ૩૧મીએ, વાંકાનેરમાં ૧લીએ, હળવદમાં ૨જીએ યોજાશે

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૩૧ :   મોરબી જિલ્લા પોલીસ દ્વારા વ્‍યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરકારના ગળહ વિભાગના વ્‍યાજખોરોને નાથવાના આદેશને પગલે મોરબી જિલ્લામાં અત્‍યાર સુધીમાં વ્‍યાજખોરીના ૧૮ જેટલા ગુન્‍હા નોંધવામાં આવ્‍યા છે અને વ્‍યાજખોરી જડમૂળમાંથી નાબૂદ થાય તેવા સરકારના અભિગમ સાથે મોરબી જિલ્લા પોલીસ દ્વારા વ્‍યાજખોરી સામે કાર્યવાહી કરવાની સાથે લોકો વ્‍યાજખોરીના નાગચુડમાં ન ફસાય અને એના બદલામાં સરકાર માન્‍ય ફાયનાસિયલ પેઢી અને બઃકની લોન મેળવે તે હેતુસર આગામી દિવસોમાં લોન દરબારનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં મોરબી સીટી પોલીસ પરેડ ગાઉન્‍ડ ખાતે ૩૧ જાન્‍યુઆરીને બપોરે ૧૨ વાગ્‍યે અને વાંકાનેરના સીટી પોલીસ મથકના ગ્રાઉન્‍ડમાં ૧ ફ્રેબ્રુઆરીએ તેમજ હળવદના પોલીસ મથક ખાતે તા.૨ ફ્રેબ્રુઆરીના રોજ લોન દરબાર યોજાશે. જેમાં લોકોને સરકાર માન્‍ય ફાયનાસિયલ પેઢી અને બેંકો નાણાંકીય યોજના વિશે વિસ્‍તળત માહિતી આપશે.

(12:46 pm IST)