Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

માળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાંથી સગીરાનું અપહરણ: અજાણ્યા શખ્શ વિરુદ્ધ સગીરાના પિતાએ નોંધાવી પોલીસ ફરિયાદ

માળિયા તાલુકાના ગ્રામ્ય પંથકમાંથી સગીરાનું કોઈ અજાણ્યો શખ્શ અપહરણ કરી ગયો હોય જે બનાવ મામલે સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે
માળિયાના ગ્રામ્ય પંથકમાંથી સગીરાનું અપહરણ થયું હોય જે બનાવ મામલે ભોગ બનનારના પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેની સગીર દીકરીને કોઈ અજાણ્યો શખ્શ  ગત તા. ૨૭ ના રાત્રીથી તા. ૨૮ ના સવાર દરમિયાન અપહરણ કરી ગયો છે માળિયા પોલીસે અપહરણ અંગે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(9:12 pm IST)