Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

મોરબીમાં સામાંકાંઠે આવેલ મહારાણા પ્રતાપ ચોક પાસેથી પિસ્તોલ સાથે એકને ઝડપી લેતી એલસીબી

દેશી બનાવટની મેગ્ઝનવાળી પીસ્તોલ સાથે નદીમ અબ્દુલભાઇ બ્લોચ/મકરાણીને ઝડપી લેવાયો

મોરબી : મોરબીમાં એલસીબી પેરોલ ફર્લોની ટીમે આજે બાતમીના આધારે સામાંકાંઠે આવેલ મહારાણા પ્રતાપ ચોક પાસેથી દેશી બનાવટની મેગ્ઝનવાળી પીસ્તોલ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો
મોરબી એલસીબી પીઆઇ વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.બી.ડાભી તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ. સહદેવસિંહ જાડેજા તથા પો.કોન્સ. ભગીરથસિહ ઝાલાને સયુંકત ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે મહારાણાપ્રતાપ ચોક પાસે એક ઇસમ પેન્ટના નેફામાં ગેરકાનૂની રીતે હથીયાર દેશી બનાવટની મેજીનવાળી લોડેડ પીસ્તોલ રાખી ઉભેલ છે. જે હકિકત આધારે મહારાણાપ્રતાપ ચોક કડીયા બોડીંગ પાસેથી નદીમ અબ્દુલભાઇ બ્લોચ/મકરાણી (ઉ.વ.22, ધંધો-મજુરી, રહે. મકરાણીવાસ, બ્રાહ્મણની ભોજનશાળા) ને દેશી બનાવટની મેજીન વાળી લોડેડ પીસ્તોલ નંગ-૦૧ કિ.રૂ.૧૦,૦૦૦ તથા જીવતો કાર્ટીસ નંગ-૦૧ કી.રૂ.૧૦૦ મળી કુલ કી.રૂ. ૧૦,૧૦૦ ના મુદામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(9:28 pm IST)