Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ગોંડલ તાલુકાના ઉમરાળી ગામમાં નવજાત બાળકી મળી આવતા 108 ગોંડલ દ્વારા સારવાર માટે ખસેડાઇ

ગોંડલ તા ૩૧,.ગોંડલ તાલુકાના ઉમરાળી ગામમાં નવજાત બાળકી મળી આવતા 108 ગોંડલ દ્વારા સારવાર માટે ખસેડાઇ છે.

        પ્રાપ્ત માહિતી મુજબ વહેલી સવારના નવજાત બાળકી મળી આવતાં ગામલોકો દ્વારાગોંડલ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ મને જાણ કરતા ગોંડલ 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ ની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે ઉમરાળી પહોંચીને બાળકીને પ્રાથમિક સારવાર આપી ગોંડલ સરકારી દવાખાને ખસેડાઇ હતી ત્યાંથી બાળકીને વધુ સારવાર ની જરૂરિયાત હોય 108ની ગોંડલ ની ટીમ દ્વારા બાળકીને તાત્કાલિક ધોરણે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી.(તસવીર અહેવાલ ભાવેશ ભોજાણી ગોંડલ)

(10:25 am IST)