Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

થાનગઢમાં ૧૪.૮૦ લાખની આંગડિયા લૂંટમાં ૩ આરોપી ઝડપાયા

સોનગઢની સીમમાંથી આરોપીઓને ઝડપી લઇને ૨૦૧૮માં થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૩૧ : ૨૦૧૮માં થાનગઢના વરમાધાર બોર્ડ પાસે થયેલ રૂ.૧૪,૮૦,૦૦૦ની લુંટનો અનડીટેકટ ગુન્‍હામાં સંડોવાયેલ ત્રણ આરોપીઓને લોકલ ક્રાઇમ બ્રાન્‍ચ, સુરેન્‍દ્રનગરએ ઝડપી લીધેલ છે.

સંદીપ સિંઘ નાયબ પોલીસ મહાનીરીક્ષક શ્રી રાજકોટ વિભાગ રાજકોટ નાઓના સીધા સુપરવિઝન હેઠળ પોલીસ અધિક્ષક મહેન્‍દ્ર બગડીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પોલીસ ઇન્‍સ્‍પેકટર ડી.એમ.ઢોલ નાઓની સુચના મુજબ એલ.સી.બી પો.સબ.ઇન્‍સ.શ્રી વી.આર.જાડેજા સાથે એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્‍કોડની ટીમ તથા થાનગઢ પોલીસ ઇન્‍સ્‍પેકટર એમ.ડી.ચૌધરી નાઓની સુચના મુજબ પો.સબ.ઇન્‍સ.  જી.જી.પરમાર સાથે થાનગઢ પોલીસ સ્‍ટાફની ટીમ એમ અલગ અલગ ટીમો હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સથી ઉપરોકત ગુન્‍હાના નાસતા ફરતા આરોપીને પકડી પાડવા તેમજ અનડીટેકટ લુંટનો ગુન્‍હો શોધી કાઢવા અંગે સતત પ્રયત્‍નશીલ હતા અને ઉપરોકત ટીમો દ્વારા થાનગઢ પો.સ્‍ટે. વિસ્‍તારમાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવેલ તે દરમ્‍યાન એલ.સી.બી. ટીમને ચોકકસ બાતમી હકીકત મળેલ કે થાનગઢ પો.સ્‍ટે. ગુ.ર.નં. ૧૧૨૧૧૦૫૦૨૧૦૧૧૭ ઇ.પી.કો કલમ ૩૯૪, ૧૧૪ મુજબના ગુન્‍હાનો નાસતો ફરતો આરોપી શીવાભાઇ ગાંડાભાઇ મકવાણા ત.કોળી રહે.સોનગઢ તા.થાનગઢ વાળો પોતાના સાગરીતો સાથે સોનગઢની ગેબીસીમમાં આવેલ તેના રહેણાંક મકાને હાજર છે અને મજકુર આરોપીઓએ પોતાના અન્‍ય સાગરીતો સાથે મળી થાનગઢ પો.સ્‍ટે. ફસ્‍ટ ગુ.ર.નં-૦૦૮૧/૨૦૧૮ ઇ.પી.કો કલમ-૩૪૧, ૩૯૨, વિ.મુજબના ગુન્‍હાને પણ અંજામ આપેલ છે. જેથી એલ.સી.બી. ટીમ દ્વારા પુરતી તૈયારી સાથે તાત્‍કાલીક બાતમી હકીકતવાળી જગ્‍યાએ છાપો મારતા આરોપીઓ

 (૧) શીવાભાઇ ગાંડાભાઇ મકવાણા જાતે.ત.કોળી ઉવ.૩૧ ધંધો. મજુરી રહે.સોનગઢ ગામની ગેબીવાળી ધારવાળી સીમમાં વાડીના મકાને તા.થાનગઢ (ર) મહેશભાઇ નાથાભાઇ ઝાલા જાતે.ત.કોળી ઉવ.૩૨ ધંધો. ખેતી રહે. વિજળીયા તા.થાનગઢ(૩) વાધાભાઇ મનસુખભાઇ કીહલા જાતે.ત.કોળી ઉવ.૨૨ ધંધો.મજુરી રહે.અમરાપર તા.થાનગઢ વાળાઓ મળી આવતા ત્રણેયને કોર્ડન કરી પકડી ગુન્‍હાલગત પુછપરછ કરતા પ્રથમ તો પોતે કોઇ ગુન્‍હો કરેલ નથી એમ જણાવી બચવા પ્રયત્‍ન કરેલ પરંતુ મજકુર આરોપીઓની ઉંડાણપર્વકની કડકાઇથી પુછપરછ કરતા મજકુર ત્રણેય ઇસમો ભાંગી પડેલ હતા.

(3:14 pm IST)