Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ભચાઉના મોટી ચીરઇ ગામે સશસ્‍ત્ર હુમલો : ઘરમાં તોડફોડ સાથે મારામારી - લૂંટ

એક ગંભીર, કુખ્‍યાત બુટલેગરો અને અગાઉ હત્‍યાના ગુનામાં સામેલ આરોપીઓ સામે હુમલાની ફરિયાદ : પૂર્વ કચ્‍છ પોલીસ સામે સવાલો વચ્‍ચે ફરિયાદી પણ લિસ્‍ટેડ બુટલેગર હોવાની ચર્ચા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૩૧ : બર્થ ડે પાર્ટીમાં ઝૂમતાં એલસીબી પોલીસના કર્મીઓની કરતૂત બાદ ચર્ચામાં આવેલ પૂર્વ કચ્‍છ પોલીસની કામગીરી સામે સવાલો થઈ રહ્યા છે. તે વચ્‍ચે ભચાઉના મોટી ચીરઈ ગામે ગત તા.૨૭.૫ ના બનેલ હુમલા અને લૂંટ સહિત ધાડના બનાવની થયેલ પોલીસ ફરિયાદે પૂર્વ કચ્‍છ પોલીસ સામે નવા સવાલો સાથે ચકચાર સર્જી છે.

દીપક વેલા બઢીયા અને કાના વેલા બઢીયાએ ગામના તખુભા નવુભા જાડેજા, યુવરાજસિંહ રાજુભા જાડેજા, રામદેવસિંહ ઉર્ફે ડકુ રણજીતસિંહ જાડેજા સહિત કુલ ૨૫ જણના ટોળા સામે તેમના ઘર પર સશસ્ત્ર હુમલો કરી ઘરમાં તોડફોડ, કારમાં તોડફોડ કરી, મારામારી અને લૂંટની ફરિયાદ કરી છે.

આરોપીઓએ બંદૂક, તલવાર, છરી, ધારિયા પાઇપ અને ધોકા જેવા શષાો વડે હુમલો કરી અપશબ્‍દો, જાતિ અપમાનિત શબ્‍દો બોલી ૩ મોબાઈલ, પાંચ તોલા સોનાની ચેન, એક લાખ રૂપિયા રોકડાની લૂંટ ચલાવી હતી. જીવલેણ હુમલો કર્યો તેમાં દીપક બઢીયાને ગંભીર ઈજાઓ થતાં રાજકોટ સારવાર માટે દાખલ કરાયો છે. ફરિયાદમાં દર્શાવેલ આરોપીઓ પૈકી બે લિસ્‍ટેડ બુટલેગર, અન્‍ય એક સામે હમણાં જ ઓક્‍સિજન પ્‍લાન્‍ટ માં ફાયરિંગ કરવાની ફરિયાદ ઉપરાંત અમુક આરોપીઓ સામે હત્‍યાનો આરોપ પણ છે. જયારે ફરિયાદી કરનાર દીપક બઢીયા કુખ્‍યાત બુટલેગર છે.

અગાઉ તેણે કેટલાક આરોપીઓ સામે એટ્રોસિટીની ફરિયાદ કરી હોઈ તેમની વચ્‍ચે અદાવત પણ હતી. જોકે, સરહદી કચ્‍છ જિલ્લામાં કાયદો વ્‍યવસ્‍થા સઘન હોય તે દેશની અને રાજયની સુરક્ષા માટે જરૂરી છે.

(11:06 am IST)