Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ભાવનગરમાં નિવૃત ફિલ્‍ડ સુપરવાઇઝર સામે રૂા.ર.પ૦ કરોડની અપ્રમાણસર મિલ્‍કત મુદ્દે ગુન્‍હો

(મેઘના વિપુલ હીરાણી દ્વારા) ભાવનગર તા. ૩૧ :.. ભાવનગરનાં ગુજરાત જમીન વિકાસ નિગમનાં નિવૃત ફિલ્‍ડ સુપરવાઇઝર સામે લાંચ રૂશ્‍વત વિરોધી ખાતાએ રૂા. ર.પ૦ કરોડ ની અપ્રમાણસર મિલ્‍કત અંગે ફરીયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ લાંચ રૂશ્‍વત વિરોધી બ્‍યુરો દ્વારા ફિલ્‍ડ સુપરવાઇઝર (હાલ નિવૃત) વર્ગ-૩, ગુજરાત જમીન વિકાસ નિગમ લી. ભાવનગરનાં નરશીભાઇ કાનુભાઇ વળીયા એ અપ્રમાણસર મિલ્‍કત ખરીદી હોવાની ફરીયાદને આધારે લાંચ રૂશ્‍વત વિરોધી ખાતા આ અંગે તપાસ કરતાં નિવૃત કર્મી પાસેથી રૂા. ર.પ કરોડની અપ્રમાણસરની મિલ્‍કત મળી આવતાં તેનાં વિરૂધ્‍ધ ફરીયાદ નોંધાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ફરીયાદથી ચકચાર મચી જવા પામી છે.

 

(11:08 am IST)