Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

સુત્રાપાડાના કોળી યુવાનો દ્વારા ૨૫૦ રાશનકિટ

 પ્રભાસપાટણ : સુત્રાપાડાના સેવાભાવી યુવાનો દ્વારા ઉના વિસ્તારમાં આવેલ વાવાઝોડાથી પ્રભાવિત ગામોમાં રપ૦ થી વધુ રાશનકિટ જરૂરત લોકોને વિતરણ કરવામાં આવેલ. સુત્રાપાડા શહેર અને વાડી વિસ્તારમાં ફરી અને ઘરે ઘરે જઇ અને બાજરો, ઘઉં, ચોખા સહિતની ૨૦૦૦ હજાર સામગ્રી તેમજ યુવાનોએ ફાળો ઉઘરાવીને અન્ય વસ્તુ ખરીદેલ અને એક પરિવારને ૧૫ દિવસ ચાલે તેટલી કીટ બનાવેલ કોબ, રાજપૂત રાજપરા, ખાંભા સહિતના ગામોમાં જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવેલ. આ કામગીરીમાં સુત્રાપાડાના કોળી સમાજના સેવાભાવી યુવાનોમાં હરેશભાઇ કામળીયા, સંજયભાઇ ગોહેલ, નરેશભાઇ કામળીયા, ભરતભાઇ સોલંકી, ભીખુભાઇ વાજા, સાદુરભાઇ કામળીયા, નિત્રણ વાજા, અમીતભાઇ મેર, વિપુલ કામળીયા અને યુવાનોએ મળી અને ઉનાના જરૂરિયાત લોકોને મદદ કરેલ હતી.

(11:45 am IST)