Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ભાવનગરના ઝરિયા ગામના લોકોએ એકસંપ કરી ૧ જ દિ'માં લાઇટ ચાલુ કરી

સહિતના ૫૦ લોકોની ટીમ આ કામ માટે એકઠી થઇ અને કામે લાગી. ગામના ટ્રેકટરને પણ આ કામ માટે કામે લગાવવામાં આવ્યાં.

આમ, સાથી હાથ બઢાના સાથી રે, એક અકેલા થક જાયે તો મીલકર બોજ ઉઠાનાને સાર્થક કરતાં ભાવનગર જિલ્લાના ઝરિયા ગામના નાગરિકોએ આ રીતે મુશ્કેલ જણાતું કામ ઘણું આસાન બનાવી દીધું હતું.

આમ, વીજ વિભાગના માર્ગદર્શન અને ગામ લોકોના સહયોગથી ઝરિયા ગામમાં જે વિજળી એક અઠવાડિયા પછી આવવાની હતી તે માત્ર એક જ દિવસમાં આવી ગઇ અને તે રીતે અન્ય ગામ લોકો માટે પણ ઝરિયા ગામે એક આગવું ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે.

આ અંગે ઝરિયા ગામના આગેવાનશ્રી ડોડિયા રતનસંગભાઇએ જણાવ્યું કે, ગામમાં વીજળી જવાથી ગામમાં પાણી પુરવઠો બંધ થઇ ગયો હતો. ગામની દ્યંટી બંધ થવાથી દરણાં દરાવવાં કયાં જવું તે પ્રશ્ન હતો. તેથી વીજ વિભાગના કર્મચારીઓ સાથે જોડાઇને વીજળીના થાંભલાં ઉભા કરવાં, વીજળીના તારને ખેંચીને જોડવાં, ખાડા કરીને નવાં વીજળીના થાંભલાં નાંખવા વગેરે જેવાં કામ માટે અમારા ગામના ૪૦ થી ૫૦ લોકોની ટીમ કામે લાગી ગઇ અને તેને કારણે માત્ર એકજ દિવસમાં ફરીથી ગામમાં વીજ પુરવઠો સ્થાપિત થઇ ગયો.

આ કામ માટે ગામના નવયુવાનો સાથે ગામના ૭૫ વર્ષના વયોવૃધ્ધ ડાભી તળશીભાઇએ પણ ઉંમરની પરવાં કર્યા વગર આ કામમાં સહકાર આપ્યો જેના કારણે અશકય લાગતું કામ ઝડપથી પૂરું થઇ શકયું તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

આમ, કળીયુગમાં કહેવાય છે કે, સંદ્યે શકિત કલૌ યુગેએટલે કે કળિયુગમાં સંદ્યશકિતથી મુશ્કેલ કામ આસાન બનાવી શકાય છે. આમ, ઝરિયા ગામની મહેનત વીજ વિભાગનો પરિશ્રમ અને રાજય સરકારની નિર્ણાયકતાથી ૨૪ કલાકમાં જ વીજ પુરવઠો સ્થાપિત કરી અઘરૃં કામ આસાન બનાવી દીધું હતું.

 

(11:58 am IST)