Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ઉના નજીક ધોકડવા ૨૨૦ કેવીના રીસ્ટોરેશનનું પડકારજનક કામ પુર્ણ કરતુ જેટકો

પ્રભાસપાટણ તા.૩૧ : ઉના નજીક ૨૨૦ કેવી હેવીલાઇનનું સબસ્ટેશન વાવાઝોડામાં ધ્વંશ થઇ ગયું હતું. આ કામ પડકારજનક હતું જેટકોએ માત્ર ૭ દિવસમાં આ કામગીરી પુર્ણ કરી છે.

ઉનાના ધોકડવા ૨૨૦ કેવી સબ સ્ટેશનમાં જેટકોના ૨૦ મોટા ટાવરપડી ગયા હતા. ફકત ૭ દિવસમાં આ સબસ્ટેશનમાં પુન વીજપુરવઠો શરૂ થયો હતો.

ધોકડવાના સબ સ્ટેશનમાં ૧૦ નવા ટાવર અને ૧૧ ઇ.આર.એસ.ટાવર ઉભા કરવામાં આવ્યા છે. આ સબ સ્ટેશનનું કામ વહેલાસર પુર્ણ થાય તે માટે ઉર્જામંત્રીશ્રી સૈારભભાઇ પટેલે મુલાકાત લઇ ભારત સરકારના પાવર ગ્રીડ કોર્પોરેશનને મદદ માટે મોકલેલ હતી.

આ તમામ કામગીરીનું પ્રત્યક્ષ અને પરોક્ષ મોનીટરીંગ માટે ગુજરાત સરકાર, ઉર્જા વિભાગ, ઉર્જા વિકાસ નિગમ, જેટકોના સચિવો, એમ.ડી. અને સીનીયર અધિકારીઓએ દેખરેખ રાખી મોટી સંખ્યામાં એન્જીનીયરોએ જહેમત ઉઠાવી હતી.

ગીર-સોમનાથ જિલ્લામાં મોટી લાઇનો માટે જેટકોની ૫૦ ટીમો, પાવરગ્રીડની ૧૦ મળી કુલ ૬૦ ટીમોના ૧૬૦૦ નો મેનપાવર કામ કરે છે.

(11:57 am IST)