Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ દ્વારા સુખડી વિતરણ

 ગોંડલ : ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ દ્વારા આંગણવાડીના ૧૩૦ કુપોષિત અતિ કુપોષિત બાળકોને તંદુરસ્ત બનાવવા પૌષ્ટિક સુખડી તેમજ આહાર અને બિસ્કીટ દાતાઓના સહયોગથી ત્રણ મહિનાથી અપાઇ છે. આ તૈયાર થયેલ સુખડી, આહાર, બિસ્કીટ આંગણવાડીના બહેનો ઘરે ઘરે જઇને જાતે વિતરણ કરી રહ્યા છે. શ્રી રામજીમંદિરના સદગુરૂ હરિચરણદાસજી મહારાજ દ્વારા આ આંગણવાડીના બહેનોને તેમની સેવાની ભાવનાની કદર કરતા ૩૮ આંગણવાડીના ૭૬ બહેનોને તેમજ અધિકારી સુપરવાઇઝરને ગુરૂદેવ તરફથી મીઠાઇ અને આશિર્વાદ આપેલ હતા. હિતેશભાઇ દવે, રજનીશ રાજપરા, કિરણબેન દવે અને દિવ્યેશ સાવલીયા દ્વારા પ્રસાદ અપાયો હતો. આ સુખડી અભિયાનમાં દાતાઓને સહકાર આપવા અપીલ કરાય છે. હિતેશભાઇ દવે મો. ૯૯૦૯૯ ૮૭૭૧૧ પૌષ્ટીક સુખડી વિતરણની તસ્વીર.

(11:55 am IST)