Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ધોરાજી : પ્રદેશ ભાજપ કારોબારી સદસ્યપદે નિમણુંક થયેલ વી.પી.પટેલનું સન્માન

(કિશોરભાઇ રાઠોડ દ્વારા) ધોરાજી તા.૩૧ : ધોરાજી શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રભારી રાજશીભાઇ હુંબલના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. આ બેઠકમાં તાજેતરમાં પ્રદેશ ભાજપ કારોબારી સદસ્ય તરીકે નિમણુંક થયેલ વી.ડી.પટેલનું સન્માન જિલ્લા મંત્રી હરસુખભાઇ ટોપીયા, મહામંત્રી ઓબીસી કિશોરભાઇ રાઠોડ, શહેર ભાજપ પ્રમુખ વિનુભાઇ માથુકીયા, મહામંત્રી વિજયભાઇ બાબરીયા, ઉપપ્રમુખ વિજયભાઇ અંટાળા, જયસુખભાઇ ઠેસીયા, વિરોધપક્ષના નેતા પરેશભાઇ વાગડીયા, મનસુખભાઇ સોલંકી, એડવોકેટ રાજુભાઇ બાલઘા, મંત્રી ધીરૂભાઇ કોયાણી, ભરતભાઇ બગડા, સુધરાઇ સભ્ય ઇશ્વરભાઇ બાલઘા, કલ્યાણજીભાઇ ત્રાડા, કિશોરભાઇ વઘાસીયા વગેરે આગેવાનો દ્વારા વી.ડી.પટેલનું સન્માન કરી આવકાર્યા હતા.

બેઠકમાં પ્રભારી રાજશીભાઇ હુંબલએ જણાવેલ કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સાત વર્ષના સુશાસન આપણે એમની ડોનેશન કેમ્પ વૃક્ષારોપણ સેનેટાઇઝર માસ્ક વિતરણ સહિતના કાર્યક્રમો કરવાની સુચના કર્યુ હતુ. રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા અને મહામંત્રી મનીષભાઇ ચાંગેલા, નાગદાનભાઇ ચાવડા, મનસુખભાઇ રામાણી વગેરેની સુચના અનુસારની સુચનામાં જણાવ્યુ હતુ. આજની આ બેઠકમાં ધોોરાજી શહેર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ સીનીયર કાર્યકર્તાઓ તથા વિવિધ મોરચાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગની તસ્વીર.

(11:57 am IST)