Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

હરબટયાળી ગામ પાસે છોટા હાથી વાહને રીક્ષાને હડફેટે લેતા ૧૧ વર્ષના બાળકનું મોત

ટંકારા - મોરબી તા. ૩૧ : રાજકોટ મોરબી હાઇવે રોડ ઉપર હરબટયાળી ગામ પાસે છોટાહાથી વાહને રીક્ષાને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રીક્ષામાં બેઠલા એક બાળકનું મોત નીપજયું હતું. તેમજ અન્ય મુસાફરોને ઇજા પહોંચી હતી.

આ બનાવ અંગે મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે છોટાહાથી વાહનના ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી અરવિંદભાઇ રૂપસિંગભાઇ હઠીલા (ઉ.વ.૩૫, ધંધો-ખેતી, રહે.મજુરી, રહે.,સજનપર(ઘુ), બાબભાઇ ચકુભાઇ દેસાઇની વાડીમા, તા. ટંકારા) એ આરોપી છોટાહાથી (ટાટા એસ) નં જી.જે.૩૬ વી ૮૨૩૪ નો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૨૯ ના રોજ હરબટયાળી ગામે રાજકોટ મોરબી હાઇવે રોડ ઉપર આરોપી ટાટા એસ છોટા હાથી ફોરવ્હીલર વાહન રજી નં જી.જે. ૩૬ વી ૮૨૩૪ ના ચાલકે તેના હવાલાવાળુ વાહન પુરઝડપે અને બેફીકરાઇથી ગફલતભરી રીતે રોંગ સાઇડમા ચલાવી ફરીયાદી જે રીક્ષામા બેસેલ તે રીક્ષા નં જી.જે.૦૩ બી.યુ. ૬૩૭૬ ને હડફેટે લેતા રીક્ષામાં બેસેલ ફરીયાદી તથા અન્ય પેસેન્જરોને નાની મોટી ઇજાઓ તેમજ રીક્ષામા બેસેલ ફરીયાદીના પુત્ર વંશ (ઉ.વ.૧૧) ને ઇજા થતા તેનું મોત નીપજયું હતું. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ ટંકારા પીએસઆઇ એ.વી.ગોંડલીયા ચાલવી રહ્યા છે.

(12:00 pm IST)