Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

મોરબીના શહેરી વિસ્તાર નજીકમાંથી સગીરાના ઘરમાંથી ત્રણ શખ્સોએ અપહરણ કર્યુ

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૩૧ : મોરબી શહેરી વિસ્તાર નજીકમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીનું ધરમાંથી ત્રણ શખ્સોએ અપહરણ કરી તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે

 મળતી માહિતી મુજબ મોરબી શહેરી વિસ્તાર નજીકના વિસ્તારમાં રહેતા પરિવારની સગીરવયની દીકરી પોતાના ઘરે હાજર હોય અને ફળિયામાં કપડા ધોતી હતી ત્યારે આશરે ૨૦ થી ૨૫ વર્ષના અજાણ્યા ત્રણ ઇસમોએ આવીને સગીરાના ભાઈને મારી નાખવાની ધમકી આપી સગીરાનું બળજબરીથી કોઈ કારણોસર કાયદેસરના વાલીપણામાંથી અપરહણ કરી લઇ ગયા હોવાની ફરિયાદ સગીરાની માતાએ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:04 pm IST)