Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

જામજોધપુર સોનાની દુકાનમાંથી ૨૯ તોલા સોનાની ચોરીનો જામનગર એલસીબીએ ભેદ ઉકેલ્યો : ચાર આરોપીના રિમાન્ડની તજવીજ

રાજકોટમાં ધૂળ ધોયાનું કામ કરતા ભાવેશને સોનાના દાગીના કયાં પડેલા છે તેની જાણ હતી

જામજોધપુર-જામનગર,તા.૩૧: જામનગર જિલ્લાના જામજોધપુરમાં સોનાના ઘડામણની દુકાનમાં તસ્કરોએ ત્રાટકી લાખોની કિંમત ૨૯ તોલા સોનાની ચોરી કરી અને વધુમાં સીસીટીવીના ડીવીઆર પણ ચોરી ગયા આ ઘટના બાદ જામનગર એલસીબી ટીમે આ તસ્કરોને ઝડપી પાડવાની ચેલેન્જ ઉપાડી લઇ અને રાત દિવસ એક કરી નાખ્યા ત્યારે આખરે ગણતરીના દિવસોમાં જ લાખોની ચોરીનો ભેદ ઉકેલી નાખવામાં જામનગર એલસીબી ટીમને સફળતા મળી છે અને રાજકોટમાં ધુળ ધોયાનું કામ કરતા ભાવેશને દાગીના કયાં છે તેની જાણ હોવાનું ખુલ્યુ હતું.

પ્રાપ્ત માહિતી મુજબ જામજોધપુર ટાઉનમાં સુભાષ રોડ ઉપર ભૂત મેડી પાસે ફરીયાદીશ્રી હનીફભાઇ કરીમભાઇ શેખ રહે. જામજોધપુરનાઓની સોનીની દુકાનનુ તાળુ કોઇ પણ ઇસમે તાળુ કોઇ પણ રીતે ખોલી સોનીની દુકાનમાંથી આશરે ૨૯ તોલા સોનુ જે કિં.રૂ. ૧૧,૬૦,૦૦૦ તથા સીસીટીવી ફૂટેજડી.વી.આર. કિં.રૂ.૨૦૦૦ના મુદ્દામાલની ચોર ઇસમ ચોરી કરી લઇ જે અંગે જામજોધપુર પો. સ્ટે. ગુ.રં.નં. ૧૧૨૦૨૦૨૬૨૧૦૪૭૫/૨૦૨૧ ઇપીકો ૪૫૪,૪૫૭,૩૮૦થી ગુન્હો નોંધાયેલ હતો. જે ગુનો વણશોધાયેલા હતા.

સોનીની દુકાનમાં થયેલ લાખો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલવા અને ત્વરીત આરોપીઓ પકડી પાડવા માટે જામનગરના પોલીસ વડા દીપન ભદ્રનની સુચના મુજબ અને નાયબ પોલીસ અધિક્ષક કૃણાલ દેસાઇનાઓને ના માર્ગદર્શન મુજબ આ ગુન્હાના આરોપીઓને પકડી પાડવા માટે એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ.શ્રી કે.કે. ગોહીલ તથા પો.સ.ઇ. શ્રી બી.એમ. દેવમુરારી તથાો પો.સ.ઇ શ્રી આર.બી.ગોજીયાનાઓને સુચના કરી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી કાર્યરત કરવામાં આવેલ હતી.

આ ગુનાના બનાવ સ્થળની વિજીટ કરી તેમજ જામજોધપુર ટાઉન તેમજ હાઇવે રોડ ઉપરના ટોલનાકાના સીસીટીવી ફુટેજોને ચેક કરવામાં આવેલ હતા. તેમજ અંગતવિશ્વાસુ બાતમીદારોને કામે લગાડવામાં આવેલ હતા. આ દરમ્યાન એલ.સી.બીના શ્રી સંજયસિંહ વાળા, તથા શ્રી દિલીપભાઇ તલાવડીયાને તેઓના અંગત બાતમીદારોથી હકિકત મળેલ કે આ ચોરીમાં ચાર ઇસમો સંડોવાયેલ છે. જે ઇસમો મોટર સાયકલ નંબર જીજે૦૩જેકયુ૧૪૧૪ તથા જીજે૦૩એકસઇ૩૩૩૧ લઇ કાલાવડ તરફથી જામનગર આવી રહેલ છે. તેવી હકિકત મળતા જામનગર કાલાવડ રોડ ઉપર મહાપ્રભુજીની બેઠક પાસે રોડ ઉપર કે.કે.ગોહીલ તથા પો.સ.ઇ.શ્રી બી.એ.મદેવમુરારીનાઓની ટીમોએ ૪ને ઝડપી લીધો છે.

જેમાં ભાવેશ સુરેશભાઇ પરીયા રહે. ભાવનગર રોડ ચુનારા વાડ ચોક રાજકોટ, મોહીત હસમુખભાઇ વિછણીયા રહે. ભાવનગર રોડ ચુનારા વાડ ચોક રાજકોટ, રવિ રાજુભાઇ સોલંકી રહે.ભાવનગર રોડ ચુનારા વાડ ચોક રાજકોટ, અનિલ ઉર્ફે મનીયો ચતુરભાઇ સતાપરા રહે. ભાવનગર રોડ ચુનારા વાડ ચોક રાજકોટ ઉપરોકત ચારેય પાસેથી સોનાના નાના ઢાળીયા જે ૨૫ તોલા કિ.રૂ. ૧૧,૨૫,૧૦૦ તથા બે મોટર સાયકલ કિં.રૂ.૫૦,૦૦૦ તથા મોબાઇલ ફોન-૪, કિં.રૂ.૨૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.

આ કાર્યવાહી એલ.સી.બી. પોલીસ સબ ઇન્સ. કે.કે.ગોહીલ તથા પો.સ.ઇ.શ્રી આર.બી.ગોજીયા તથા પો.સ.ઇ શ્રી બી.એમ.દેવમુરારી તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, અશ્વિનભાઇ ગંધા, દિલીપભાઇ તલવાડીયા, ફિરોજભાઇ દલ, હિરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, પ્રતાપભાઇ ખાચર, વનરાજભાઇ મકવાણા, રઘુભા પરમાર, ધાનાભાઇ મોરી, યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા એ.બી.જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(12:09 pm IST)