Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ટંકારામા મામલતદાર કચેરીમાં ઇ-ધરા કેન્દ્રની કામગીરી

તાત્કાલીક શરૂ કરવા બાર એશો.ની માંગણી

મોરબી તા.૩૧ :  ટંકારા બાર એસોના હોદેદારોએ મામલતદારને આવેદન પાઠવી જણાવ્યું છે કે ટંકારા મામલતદાર કચેરીમાં સરકાર તરફથી લોકડાઉન થયું ત્યારથી આશરે એક મહિનાથી મામલતદાર કચેરીમાં ઈ ધરા કેન્દ્રમાં ઓનલાઈન અરજી સિવાયની નવી અરજીઓ લેવાની કામગીરી બંધ છે તેમજ જમીનના ૭/૧૨, ૮ અ કાઢવાની કામગીરી તેમજ એટીવીટી સેન્ટર પણ બંધ છે.

જે તા. ૩૧ મેં સુધી કામગીરી બંધ રાખવા કલેકટર કચેરી મોરબીના પરિપત્ર મુજબ હુકમ કરવામાં આવેલ પરંતુ તા. ૨૧ મેંથી વેપાર ધંધા માટે આંશિક છૂટ જાહેર થયેલ છે પરંતુ એટીવીટી કચેરીમાં નીકળતા જમીનના કાગળોની કામગીરી બંધ હોવાથી ખેડૂતોને પાક ધિરાણ મેળવવા હેરાન થવું પડે છે ટંકારા સબ રજીસ્ટાર કચેરીમાં દસ્તાવેજ કામગીરી ચાલુ હય અને દસ્તાવેજ થયા બાદ એન્ટ્રીની કામગીરી બંધ છે જેથી મોરબી જીલ્લામાં ઈ ધરા કેન્દ્ર તથા ૭/૧૨, ૮ અ કામગીરી ચાલુ થાય તે માટે મોરબી જીલ્લા કલેકટર અને મામલતદારને આવેદન પાઠવ્યું હતું ત્યારે ટંકારા બાર એઓની માંગ છે કે ઈ ધરા કેન્દ્રમાં તમામ અરજી સ્વીકારવા તેમજ ૭/શ્ન૧૨, ૮અ મળવાની કામગીરી શરુ કરવામાં આવે તેમ રજૂઆતમાં જણાવેલ છે.

(12:09 pm IST)