Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

જામનગરઃ પેટ્રોલ પંપવાળાના ખોટા નામની ઓળખ આપી આંગડીયા પેઢીમાંથી ૧.૯૦ લાખની તફડંચી કરતા ૩ શખ્સો સામે ફરીયાદ નોંધાવાઈ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૩૧: મેઘપર પોલીસ સ્ટેશનમાં ભાવેશ જેન્તીલાલ પંડયા એ ફરીયાદ નોંધાવી છેકે, તા.ર૦–પ–ર૧ના મોટી ખાવડી ગામે આવેલ બેસ્ટ એન્ટરપ્રાઈઝ નામની આંગડીયા પેઢીમાં ફરીયાદીને ફોન આવેલ કે હું નાર્ગાજૂન પેટ્રોલ પંપ માંથી વિનુભાઈ બોલું છું. મારે બે જગ્યોએ પૈસા મોકલવાના છે જેમાં એક વાકાનેર મોકલવાના છે તો તમે વાકાનેરવાળા કમલેશભાઈને ૧,૯૦,૦૦૦/– તેને મોકલી આપજો અને તેના નંબર પણ આપ્યા હતા. ત્યારબાદ ફરીથી ફોન કરી અન્ય નંબર આપી કમલેશભાઈ આ નંબર પર થી પૈસા મેળવવા આવશે તેમ કહયુ હતું. જેથી વિનુભાઈ નાગાર્જૂન પેટ્રોલ પંપ વાળાના ખોટા નામ ધારણ કરી ભાવેશ જેન્તીલાલ પંડયા નામના ર૮ વર્ષીય યુવાને વિનુભાઈ નામના વ્યકિત ઉપરાંત અલગ અલગ નંબર આપેલા વાકાનેરના કમલેશભાઈ નામના બે વ્યકિત સાથે મળી કુલ  ત્રણ શખ્સો સામે જેમાં મોબાઈલ નંબર ૭૦૪૧૨૭૨૮૯૮ જે વિનુભાઈ નામનો વ્યકિત, મોબાઈલ નંબર ૯૭૩૭૪ ૬૮૦૬૬ જે કમલેશભાઈ રહે. વાંકાનેર અને મોબાઈલ નંબર ૯૪૦૯૬ ૮૯૧૫૬ પણ જે કમલેશભાઈ રહે. વાંકાનેરવાળા સામે  મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પી.એસ.આઈ. કે.આર.સિસોદીયાએ વધુ તપાસ હાથ ધરી છે.

ધ્રાફા ગામે જુગાર રમતા છ ઝડપાયા

 પંચ બી પોલીસ સ્ટેશનમાં કોન્સ. નવલભાઈ નારણભાઈ આસાણી એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૦–પ–ર૧ ના ધ્રાફા ગામને પાર સીમમાં આ કામના આરોપીઓ ભોજાભાઈ જશાભાઈ બગડા, બટુકસિંહ બચુભા ઝાલા, જાવીદ હબીબ ખુરેશી, શાંતીભાઈ ભીમજીભાઈ પાંચાણી, અશ્વિનભાઈ જમનભાઈ કણસાગરા, યુનુસ ઈબ્રાહીમ મંધરા, રે. ધ્રાફા ગામ વાળા ગંજીપતાના પાના વડે રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૦,૩૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

વિભાપર ગામે એઠવાડ નાખવા બાબતે બબાલ : સામ સામી ફરીયાદ

બેડી મરીન પોલીસ સ્ટેશનમાં હરીશભાઈ અમરશીભાઈ મકવાણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૦–પ–ર૧ ના વિભાપર ગામ, આંબેડકર વાસમાં ફરીયાદીના ઘર ની સામે આરોપી મનીષભાઈ મુળજીભાઈ મકવાણા, રે. વિભાપર ગામ વાળા ને ઢોર બાંધવાનો વાડો આવેલ હોય અને ત્યા ગામના બીજા કોઈએ એઠવાડો નાખેલ હોય અને આ એઠવાડો ફરીયાદી હરીશભાઈ ના ઘરના સભ્યોએ નાખેલ હોય તેવો વહેમ આરોપી મનીષભાઈએ રાખી ફરીયાદી હરીશભાઈ તેમજ તેના પત્ની તેમજ તેના બન્ને દિકરાને ભુંડાબોલી ગાળો આપેલ છે ફરીયાદી હરીશભાઈ અને તેમની પત્નિને ઝાપટો મારી તેમજ ઢીકાપાટુનો માર મારી ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરેલ છે.

જામનગર બેડી મરીન પોલીસ મથકે વિભાપર ગામે રહેતા મનીષ મુળજીભાઈ મકવાણા ઉ.વ. ૩૧ એ ફરીયાદ નોંધાવી છે કે, આ કામેના આરોપી હરીશ અમરશીભાઈ મકવાણાના ઘરની સામે ફરીયાદીનો ઢોર બાંધવાનો વાડો આવેલ હોય આરોપી કુસુમબેન હરીશભાઈ મકવાણા વાડાની સામે એઠવાડો નાખતા ફરીયાદી તેને એઠવાડ નાખવાની ના પાડવા ગયેલ અને કહેલ કે અહીં શા માટે એઠવાડ નાખો છો ગંદકી થાય છે તેમ કહેતા તા. ૩૦ ના રોજ આરોપીઓ હરીશ અમરશીભાઈ મકવાણા તેમની પત્નિ કુસુમબેન, મીલન હરીશભાઈ મકવાણા, વિજય અમરશીભાઈ મકવાણાએ જેમફાવે તેમ ગાળો કાઢી ફરીયાદીને આડેધડ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીની કારને નુકશાન કરી ગુન્હો કરેલ છે.

ઓફીસમાંથી ૧૭ બોટલ દારૂ ઝડપાયો : આરોપી ફરાર

સીટી બી ડિવિઝનના કે.આર.પરમારે તા. ૩૦ ના રોજ ડી.એસ.પી. બંગલાની સામે આવેલ પેનોરમા કોમ્પલેક્ષમાં આવેલ ઓફીસ નંબર ૩૦૮ ભવાની એન્ટરપ્રાઈઝ નામની ઓફીસમાં બાતમીના આધારે રેઈડ કરતા ત્યાંથી ઇગ્લીશ દારૂની ૧૭ બોટલો કિંમત રૂ. ૮પ૦૦નો મુદામાલ કબજે કરી ઓફીસના માલીક સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ધુડશીયા ગામે સાપ કરડી જતાં યુવકનું મૃત્યુ નિપજયું

જામનગર તાલુકાના ધુળશીયા ગામે રહેતા લલીત રવજીભાઈ ડોબરીયાએ પોલીસમાં જાહેર કરેલ છે કે, તા. ર૦ ના રોજ આ કામે મરણ જનાર ચંદ્રેશ રવજીભાઈ ડોબરીયા ઉ.વ. ૩૯ વાળા કૂવાનો ગાર પહોળો કરતા હતા તેવામાં ગારમાંથી ઝેરી સાપ નીકળતા તેને ચંદ્રેશભાઈને પગમાં કરડી જતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવેલ જયાં તેમનું ગઈકાલે સારવાર બાદ મૃત્યુ નિપજેલ છે.

નિકાવા સ્થિત અવધ સ્નેક કંપનીમાં શોર્ટ લાગત મજૂરનું મૃત્યું

રાજકોટમાં આવેલ અલ્પવાટીકા સોસાયટી માધવપાર્કમાં રહેતા નિરવ નવીનભાઈ ઘેટીયાએ કાલાવડ પોલીસ મથકે જાહેર કરેલ છે કે, તા. ૩૧ ના રોજ કાલાવડ તાલુકાના નિકાવા ગામે આવેલ અવધ સ્નેક પ્રા. લી. કંપીનીમાં આ કામે મરણ જનાર નિતીશ નાગેદ્રરાય યાદવ ઉ.વ. ૧૮ માં મજૂરી કામ કરતો હોય ત્યારે અચાનક ઈલેકટ્રીક શોર્ટ લાગતા સારવાર બાદ તેમનું મૃત્યુ નિપજેલ છે.

(1:19 pm IST)