Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

શેરીના શ્વાનોથી ઘાયલને બચાવાયું !

ભાણવડમાં દુર્લભ પ્રજાતિનું વિંજ વણીયાર પ્રાણી મળી આવ્યું!!

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૩૧ : દેવભૂમ દ્વારકા જિલ્લાના ભાણવડ ગામે પરિશ્રમ શાળા પાસેના રહેણાંક વિસ્તારમાં બરડા જંગલમાંથી આવી ચડેલું અત્યંત દુર્લભ અને લુપ્ત થતી પ્રજાતિના શેડયુલ-૧માં સમાવેશ પામેલ વિંજવણીયાર પ્રાણી આવી ચડયું હતું.

આ એકલા પ્રાણીને શેરીના શ્વાનોએ હુમલો કરીને ઘાયલ કર્યું હતું જેની જાણ સ્થાનિક લોકોએ એનિમલ લવર્સ ગ્રુપને કરતા એ.આર. ભટ્ટ તથા સ્વયં સેવકોએ દોડી જઇને આ પ્રાણીનું રેસ્કયુ કરીને તેને સલામત રીતે પ્રાથમીક સારવાર આપીને જંગલ ખાતાને સોંપ્યું હતું. જેમના દ્વારા આગળની સારવારની વ્યવસ્થા કરાઇ હતી. પ્રાણીને જોવા લોકો ઉમટયા હતા.

(1:21 pm IST)