Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

જુનાગઢમાં સેલ્સ ઇન્ડીયાના ગોડાઉનમાં ચોરી કરનાર હાર્દેનગીરી બાવાજી ઝડપાયો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૩૧: જુનાગઢના ઝાંઝરડા રોડ ઉપર સેલ્સ ઇન્ડિયા કંપનીના ગોડાઉનમાં રૂ. ૩,૦૩૦૦૧ ની ચોરી કરનાર હાર્દેનગીરી ભુપેન્દ્રગીરી રામદતી બાવાજી (રહે. જુનાગઢ)ની ધરપકડ કરીને મુદ્દામાલ જપ્ત કયો ર્છે.

આ કામગીરી નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી રવિતેજા વાસમશેટ્ટીની સુચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ  જુનાગઢના ઇ.ચા. પોલીસ ઇન્સ. એચ. આઇ. ભાટી તથા પો. સ. ડી. જી. બડવા તથા પો. સ. ઇ. ડી. એમ. જલુ, એએસઆઇ વિજયભાઇ બડવા, પો. હેડ કોન્સ. વિક્રમભાઇ ચાવડા, યશપાલસિંહ જાડેજા, જીતેષ મારૂ તથા પો. કોન્સ. સાહિલભાઇ સમા, દેવશીભાઇ નંદાણીયા, દિવ્યેશભાઇ ડાભી વિગેરે પોલીસ સ્ટાફે કરી છે.

(1:24 pm IST)