Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

બાબરામાં દિવ્ય સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ યુ.કે.ભારતીબેન કટારીયા તરફથી ૨૦૦ રેશનીંગની કીટનું વિતરણ : વિવિધ આગેવાનો સંસ્થા સંચાલકોની ઉપસ્થિતી

(દિપક કનૈયા દ્વારા) બાબરા,તા.૩૧: બાબરા શહેરમાં વાવાઝોડાની અસરને પગલે ગરીબ અને મધ્યમવર્ગના લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે દિવ્ય સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ યુ.કે દ્વારા અમરેલી જિલ્લામાં વાવાઝોડાની અસરથી અનેક પરીવારો બે ધર બનીયા છે એવાં સમયે મુળ સાવરકુંડલા જીરા ગામના રહેવાસી હાલ લંડન નિવાસી ભારતીબેન બીપીનભાઇ કંટારીયા દિવ્ય સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ માધ્યમથી અમરેલી જિલ્લામાં સેવાભાવી અને સામાજિક આગેવાન ડો.ભરતભાઇ કાનાબાર તેમજ બાબરાના તેજશભાઇ કારીયા સહિત ટીમ દ્વારા બાબરા સહિત અમરેલી જિલ્લામાં વાવાઝોડાની અસરનો ભોગ બનાર લોકોને જરૂરિયાત પ્રમાણે રેશનીંગની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ બાબરા શહેર માં ૧૦ પરિવારના વાવાઝોડામાં જમીન દોસ્ત થયેલા મકાનોને ફરીથી નવા પતરા રૂમો બંધાવી આપેલ છે.

કાચાં મકાનો રહેતા લોકોને કામ લાગે તેવી ધરવખરી તાલપત્રી રસોઈના વાસણોનો સેટ પ્લાસ્ટિકની ડોલ મચ્છરદાની ચાદર ટુવાલ રેશનકીટ સહિત ૧૦૦૧ પરિવારને સાવરકુંડલા તાલુકાના જીરા ગામના વતની મગનલાલ ભીમજીયાણી, સંત શ્રી રામબાપા ૧૦૧માં જન્મ દિવસના પ્રસંગે અમરેલી જિલ્લા સહિત બાબરા ખાતે બસો ગરીબ પરિવારોને રેશનીંગની કીટનું વિતરણ કરાયું હતું.

જેમાં પાલિકા પ્રમુખ લલીતભાઇ આંબલીયા જીલ્લા ભાજપના મહામંત્રી ભુપેન્દ્રભાઇ બસીયા બાબરા શહેર ભાજપ વરિષ્ઠ આગેવાન બીપીનભાઇ રાદડિયા સામાજિક આગેવાન કાકુભાઇ ચાવ બાબરા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ ખોખરીયા નગરપાલિકા ના કારોબારી ચેરમેન ભુપતભાઇ બસીયા સેવાકીય આગેવાન સોકતભાઇ ગાંગાણી ગોપાલભાઈ વસ્તરપરા સુરેશ ભાઇ ભાલાળા રશીકભાઇ ગોઝારીયા, રાજુભાઈ વિરોજા હીમતભાઇ દેત્રોજા રાજુભાઈ રંગપરા સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં સંસ્થાના સંચાલક તેજશભાઇ કારીયા દ્વારા આયોજન મુજબ બાબરા શહેરના ગરીબ પરિવારોને ૨૦૦થી વધુ કીટનું વિતરણ આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું જણાવ્યા મુજબ અમરેલી જિલ્લામાં એક હજાર કીટનું વિતરણ કરવામાં આવશે તેમજ જરૂરિયાત મુજબ લોકોને મદદ કરવામાં આવશે.

(1:27 pm IST)