Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

અમરેલી જીલ્લામાં કોરોનાની પ્રથમ વેવની જેમ જ ફરી ડો.કાનાબાર અને પી.પી.સોજીત્રાની જોડી જરૂરિયાતમંદ પરિવારોની વહારે

લંડનના ભારતીબેન કંટારીયાના પિતાશ્રી પૂ.રામબાપાના ૧૦૧માં જન્મદિન નિમિતે રાશન કીટોનું વિતરણ : અવધ ટાઇમ્સના વિજય ચૌહાણ અને અમરેલી એકસપ્રેસના મિલાપ રૂપારેલના હસ્તે કીટોનું વિતરણ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૩૧: કોરોનાના બીજા વેવ દરમ્યાન લગભગ એક મહીનાથી પણ વધુ સમય સુધી રહેલ આંશિક લોકડાઉનમાં ઘણાં બધાં નાના ધંધાર્થીઓના ધંધા રોજગાર બંધ રહયા હતા. આવાં પરિવારોને મદદરૂપ થવા ડો. ભરત કાનાબાર અને પી.પી. સોજીત્રાના નેજા હેઠળ અનુકંપા ટ્રસ્ટ અમરેલીના માઘ્યમથી ઈન્ડીયન રેડ ક્રોસ સોસાયટી અમરેલી ખાતે રાશન કીટોનું વિતરણ કરવામાં આવેલ. આ કાર્યમાં લંડન સ્થિત ભારતીબેન કંટારીયાના દીવ્ય સેવા ફાઉન્ડેશનનો આર્થિક સહયોગ પ્રાપ્ત થયેલ. ભારતીબેનના પિતાશ્રી પુ. રામબાપાના ૧૦૧ માં જન્મદિન (તા.ર૮મી મે)ના દિવસથી રાશન કીટોનું વિતરણ શરૂ કરી રહયા છીએ. આજે પ્રથમ ચરણમાં અમરેલી શહેરમાં રસ્તા પર બેસી બુટ પોલીશ કરતા મોચીઓ, ચાની નાની કેબીન–રેકડી ચલાવનારા અને પંચર સાંધવાનું કામ કરતા ધંધાર્થીઓમાં આ કીટોનું વિતરણ કરવામાં આવેલ.

આ કીટમાં પાંચ વ્યકિતના પરિવારને ૧પ દિવસ ચાલે તેટલા ઘઉં, ચોખા, દાળ, ખાંડ–ચા, મસાલા (હળદર, મરચું, ધાણાજીરૂ, મીઠું વિગેરે) તથા સાબુ સહીતની વસ્તુઓ સામેલ છે.

કોરોના મહામારી અને વાવાઝોડા સહીત લોકોની સર્વ સમસ્યાને વાચા આપતાં અમરેલી જીલ્લાના બે અગ્રિમ અખબારો 'અવધ ટાઈમ્સ' તથા 'અમરેલી એકસપ્રેસ'ના પ્રતિનિધિઓ શ્રી વિજયભાઈ ચૌહાણ, રોમીલ ચૌહાણ તથા શ્રી મીલાપભાઈ રૂપારેલના હસ્તે આ રાશન કીટોનું વિતરણ કરવામાં આવેલ.

કોરોનાના કપરા કાળમાં લોકડાઉનમાં ગત વર્ષે પણ ડો. ભરત કાનાબાર અને પી.પી. સોજીત્રાના નેતૃત્વમાં સ્નેહી મિત્રો, શુભેચ્છકોના સહયોગથી અલગ–અલગ ક્ષેત્રોના જરૂરિયાતમંદ પરિવારોને જીલ્લા ભરમાં આઠ હજારથી વધુ રાશન કીટોનું વિતરણ કરવામાં આવેલ.

કોરોનાના બીજા વેવમાં કીટ વિતરણના પ્રથમ કાર્યક્રમમાં ડો. ભરત કાનાબાર સાથે પી. પી. સોજીત્રા, અમરેલીના વેપારી અગ્રણી હરેશભાઈ સાદરાણી, યોગેશભાઈ કોટેચા, હકુભાઈ ચૌહાણ, જીલ્લા ભાજપના મંત્રી જયેશભાઈ ટાંક, કોષાઘ્યક્ષ દીપકભાઈ વઘાસીયા, વિપુલ ભટૃી, કમલેશભાઈ ગરાણીયા, નગર સેવક તુલસીભાઈ મકવાણા, ચેતનભાઈ રાવળ, વિપુલભાઈ બોસમીયા, રેડક્રોસ સોસાયટીના મધુભાઈ આજુગીયા, નયનભાઈ જોષી (બેદી), ડી.જી. મહેતા, કીશોર મિશ્રા (માસ્તર), ભાર્ગવ કારીયા, સન્ની ધાનાણી, વિપુલભાઈ રાદડીયા, દીનેશભાઈ વાઘેલા વિગેરે ઉપસ્થિત રહયા હતા.

(1:28 pm IST)