Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

સાવરકુંડલા : ભાજપ સરકારમાં અચ્છે દિન પેટ્રોલ- ડીઝલના ભાવ ભડકે બળે છે : હસુભાઇ સૂચક લાલઘૂમ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા. ૩૧ : ભાજપ સરકારમાં જનતાના અચ્છે દિન જુવો પેટ્રોલ અને ડીઝલના ભાવ ભડકે બળી રહ્યા છે જનતાને પડ્યા ઉપર પાટુ જેવો ઘાટ ઘડાયો છે તેવું આક્રોશ સાથે નાગરિક બેંકના એમડી અને શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હસુભાઈ સુચકે જણાવેલ હતું.

આ અંગે શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને નાગરિક બેંક એમડી હસુભાઈ સુચકે જણાવેલ હતું કે ભારતીય જનતા પાર્ટી એ ચૂંટણી સમયે જનતાના અચ્છે દિન આવશે તેવી ગુલબાંગો ફેકતા હતા પરંતુ જનતા ના અચ્છે દિનના બદલે બુરે દિન જોવા મળી રહ્યા છે. જનતાના અચ્છે દિન આવશે તેવી વાતો કરનાર ની સરકાર માં પેટ્રોલ અને ડીઝલના ભાવ દિન પ્રતિ દિન વધી રહ્યા છેભડકે બળી રહેલા ભાવોને કાબુમાં લેવા જોઈએ તો જનતાના અચ્છે દિન કહેવાયપેટ્રોલ ડીઝલના ભાવમાં તોતીગ વધારો થાય તે શું અચ્છે દિન કહેવાય? જનતાના અચ્છે દિન આવશે તેવા લૂખા અને ખોટા વચનો આપી દેશ ની જનતા ને ભોળવી મતો લઇ ને સતાસ્થાને બેસી વહીવટ ચલાવતા ભારતીય જનતા પાર્ટી વાળાઓને સરકાર ચલાવતા નથી આવડતું.

જનતાના અચ્છે દિન આવશે તેવી વાતો કરનાર ભાજપ વાળાઓ એકવાર પેટ્રોલ ડીઝલના ભાવ જનતાને પોસાય તેવો ભાવ ઘટાડો કરશે ખરા? કે પછી જનતાના બુરા દિવસો જ રહેશે. આ ભાજપ સરકારમાં તેમ અંતમાં હસુભાઈ સુચકે જણાવેલ હતું.

(1:29 pm IST)