Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

પોરબંદરમાં સતીષ વર્મા અને સુખદેવસિંહ ઝાલાના સમયમાં ગુન્હેગારો ગુન્હાનો વિચાર કરતા પણ ધ્રુજી ઉઠતા!

જિલ્લામાં કથળતી જતી કાયદો વ્યવસ્થા સુધારવા કડક પોલીસ અધિકારીઓની જરૂર

(સ્મિત પારેખ દ્વારા) પોરબંદર તા.૩૧ : શહેર જિલ્લામાં કેટલાક સમયથી કથળતી જતી કાયદા વ્યવસ્થાને સુધારવા આજે કડક પોલીસ અધિકારીઓની જરૂર વર્તાય રહી છે. ભૂતકાળમાં એસપી તરીકે સતીષ વર્મા અને સુખદેવસિંહ ઝાલાની અસરકારક કામગીરીથી તે સમયે ક્રાઇમ રેટ નીચો ચાલ્યો ગયો હતો. તે સમયે ગુન્હેગારો ગુન્હાનો વિચાર કરતા પણ ધ્રુજી ઉઠતા હતા.

પહેલા દરરોજ પોરબંદર નાં પોલીસ સ્ટેશન માં આઇ પી સી. ની વિવિધ અને ભારે કલમો ૩૦૨ , ૩૦૭ , ૩૯૪,૩૯૬, રાઓઈટીગ ૩૨૪/૩૨૬ પ્રોહિબિસન જુગાર ધારા વિગેરે ની ફરિયાદ નોંધાતી તે વખત ના સમય ની યાદ ગિરિ કરીએ તો અને દંત કથા મુજબ મુખ્ય આરોપી સામે ગુન્હો દાખલ થતો નહિ પરતું મોટા ભાગે ચર્ચિત હકીકત પ્રમાણે સેટલમેન્ટ આરોપી માં રોટલિયા ને મુખ્યારોપી તરીકે દર્શાવી રજૂ કરી દેતા એક ગેંગ ની તો એવી ધાક હતી કે આઇ પી સી ૩૦૨ નો ગુન્હો કરવો હોઈ તે પેહલા ગોઠવણી થઇ જતી તેવી પણ ચચા હતી અને પોલિસ તંત્ર તેના ઉમરે દિવસ રાત્રિ તહેનાત જ રહેતું અને માસ્ટર માઈન્ડ ક્રાઇમ બોસ કહે તેજ પ્રમાણે કામ થતું આજે વર્તમાન સ્થિતિ એ થોડા પરિવર્તન સાથે પોરબંદર પુન કાયદો અને વ્યવસ્થાની અંધકાર માં ફસતું જાય છે અને અંધકાર નો પ્રવેશ તરફ આગળ વધી રહેલ છે કે શું. ? આમાં હાલ ની પરિસ્થિતિ એ સફેદ કપડા પહેરી ને જે પોતાના ની જાત ને મહાન સમાજ સેવક માને છે. સરકાર માં પણ મોભા નું સ્થાન ધરાવે છે અને પૂર્વ ધરાવતા પણ હતા ચર્ચિત હકીકત મુજબ રાજકીય આશ્રય તળેસફેદ  કપડા પહેરી સમાજ સેવક કે પ્રજા ના સેવક હોવાં નો દાવો કરી અને લૂખા કાર્યકરો ની ચર્ચિત હકીકત પ્રમાણે બોલબાલા કરી છે. અને વર્તમાન સત્ત્।ાધારી ભાજપ ના કાર્યકર હોવા ની ઓળખ ઊભી કરી અને ભાજપ સરકાર ને અને ભાજપ પક્ષ ને પ્રતિષ્ઠા ને મેલી રાજનીતિ ની રમત રમી હાની પહોંચાડી રહ્યા છે તેવું ચિત્ર લોક ચર્ચા માં ઉપસેલ છે?

 પોલીસ આપનો મિત્ર છે. આ બે સૂત્રો માંથી એકેય સૂત્રો આમ સામાન્ય નાગરિક ને મદદ રૂપ થતાં નહિ હોવાની ચર્ચિત હકીકત બની છે. સાચા અર્થમાં ચર્ચિત હકીકત પ્રમાણે સાચા ફરિયાદી ની વ્યથા વેદના પોલીસ સાંભળતી જ નથી મદદ પણ કરી શકતી નથી અને મિત્ર પણ બની શકતી નથી તટસ્થ તપાસ કરવા ની હૈયાધારણ કરવાની આપી સકતી નથી અને પોલીસ ની મદદ માટે કે મિત્રતા માટે ભરોસો અને વિશ્વાસ લઇને તેમના અપમાનિત બને છે. તેવી પણ ચર્ચા છે. ત્યાં સુધી આશ્વાશન બે સબ્દો પણ ભોગ બનનાર ને પણ સાંભળ્યા પછી આશ્વાશન  થી  વિશ્વાસ નો શેતું જળવાઈ રહે સ્વાસ લઇ શકે તેવું પણ વાતાવરણ પણ સર્જી સકતા નથી. અજંપો સિવાય કંઈ મળતું નથી મદદ કરનાર ને પણ મુશ્કેલી રહે છે. આજે સામજીક કાર્યકરો નિસ્વાર્થ જીવન જોખમે સેવા આપે છે.

આજ થી ૨૫ વર્ષ આસપાસ રકત રંજીત માં પોરબંદર મોખરાનાં સ્થાને અને રાષ્ટ્રપિતા ની આ જન્મ ભૂમિ અને ભકત સુદામા ની આ ભૂમિ શ્વેત કે સુરખાબી નગરી ની ઓળખ ઉપર કાળો પડદો પડી ગયેલ હતો. અને તેના સ્થાને પોરબંદરને ટેક્ષાસ નગરી નું બિરુદ આપવામાં આવેલું સને ૧૯૮૩ની આસપાસ પોરબંદર માં પ્રવેશ કરવો કે બાહર નીકળવું આશ્યર્યજનક અને મુશ્કેલ હતું પોરબંદરમાં કર્લી ખાડી નો પુલ પ્રવેશ દ્વાર હતું ત્યાં તમને વાચવા મળે કે અહી કાયદા ની હદ પુરી થાય છે. અને બહાર નીકળો ત્યારે તમને વાચવા મળે કે અહી કાયદા ની હદ શરૂ થશે આ એક સરકાર ની જેતે સમયે કાયદો અને વ્યવસ્થા ની નબળાઈ બતાવતી હતી આ પ્રશ્ન ગુજરાત વિધાસભામાં પણ જેતે સમય ના ધારાસભ્યશ્રી એ કે જેઓ જનસંઘ છોડી કોંગ્રેસ માં પ્રવેશ્યા અને પ્રવેશ મેળવતા જ ધારાસભ્ય તરીકે ની ટીકીટ મળી અને કોંગ્રેસ ની ટીકીટ ઉપર જીત પણ મેળવી અને તેનું નામ વિધાનસભા માં લક્ષમણ ભાઈ આગઠનાં નામ થી આગળ આવ્યું અને સરકાર ને શિસ્તબદ્ઘ પાર્લામેંટ્રી ભાષા માં ધ્રુજારો આપ્યો અને હિંમત પૂર્વક વિધાનસભામાં પોરબંદર નું રકત રંજીત ક્રાઇમ રીપોર્ટ અહેવાલ આપ્યો તેની અસર મોડે મોડે પડી જયારે સ્વ. શશીકાંત ભાઈ લાખાણી ગુજરાત સરકારના મંત્રી પદ બિરજમાન થયા પ્રથમ સ્પીકર ત્યાર બાદ કાયદા મંત્રી લેખન મંત્રી શ્રી ના પદ ઉપર રહી ને પોરબંદર ને રકત રંજીત થતું અટકાવવા અને વિશેષ આગળ વધે નહી તે માટે સરકાર માં વિસ્તૃત અહેવાલ આપી પોરબંદર ની જનતા નું અવાજ રજૂ કર્યો અને તેનું પરિણામ ભાજપ સરકારના પ્રથમ મુખ્યમંત્રી કેશુંભાઈ પટેલની સરકારમાં પણ સંગીન રજૂઆત કરી અને પોરબંદર ને કાળી ટેક્ષાસ નું કલંક મિટવ્યું અને પુન પોરબંદર અને શ્વેત નગરી અને સુરખાબી નગરી બની હતી.

ડી.એસ.પી. તરીકે સતીશ વર્મા અને એલ. સી. બી. માં સુખદેવસિંહ   ઝાલા ને જવાબદારી સોંપી અને પૂર્વ ડી.એસ.પી. સતીશ વર્મા એ કાયદો અને વ્યવસ્થા ના પ્રશ્ને કાબૂ માં લેવા લોકો નો વિશ્વાસ સંપાદન થાય અને પોલીસ કાર્ય માં શ્રદ્ઘા બેસે તે માટે એલ.સી. બી. પી.એસ.આઇ. બાદ તેઓ પોતે જ પી.આઇ થયા અને સુખદેવ સિંહ ઝાલા ને છૂટો દોર આપ્યો અને સુખદેવ સિંહ ઝાલા એ મર્યાદા માં રહી સૌ પ્રથમ કીર્તિમંદિર કમલાબાગ અને ઉદ્યોગનગર નું શુદ્ઘિ કરણ કર્યું. પરિસ્થિતિ એવી નિર્માણ થઈ સમગ્ર પોરબંદર પોલીસ જીલ્લા માં નહિ પણ ગુજરાત માં પોરબંદર ની આનં અને શાન ઉજવળ બનાવી વેપારી ઓ એ દીપોત્સવી તેમજ નૂતન વર્ષ ના તહેવારો બજાર માં રોશની કરી ઉજવ્યા બંદર થી લઈ ને પોરબંદર જિલ્લા સુધીમાં ગુન્હેગારો ગુન્હો કરતા વિચારતા અને મહિલાઓ ને અભય દાન મળેલું અને બિન્દાસ નીડરે આવક જાવક કરી શક,ે ધંધાર્થીઓને પણ રાહત મળી એ સમય એવો હતો કે જયારે આ કડક અધિકારીઓ આવ્યા આજે પણ જિલ્લામાં કડક પોલીસ અધિકારીઓની નિમણુંક થાય તેવું લોકો ઇચ્છી રહેલ છે. 

(1:32 pm IST)