Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

મોરબીના રંગપર રોડ પર દવાખાનુ ચલાવતો બોગસ ડોકટર ઝડપાયો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૩૧ : મોરબી તાલુકાના રંગપર બેલા રોડ પર ઓમ મેડીસીન નામનું દવાખાનું ચલાવતા બોગસ ડોકટરને એસઓજી ટીમે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રંગપર બેલા રોડ પર બોગસ ડોકટર કલીનીક ચલાવતો હોય જે બાતમીને આધારે એસઓજી ટીમે તબીબી અધિકારી ડો. કિરણ વિડજાને સાથે રાખીને રંગપર બેલા રોડ પર આવેલ કોયો સિરામિક સામે રામેશ્વર કોમ્પ્લેક્ષમાં ઓમ મેડીસીન નામના દવાખાનામાં તપાસ ચલાવી હતી જેમાં આરોપી કિરીટ કેશવજી રાચરીયા (ઉ.વ.૩૭) રહે વીરપર તા.ટંકારા વાળો કોઈપણ સર્ટીફીકેટ કે ડીગ્રી વગર દવાખાનું ચલાવી મેડીકલ પ્રેકટીસ કરતો હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે દવાખાનામાં રહેલ દવાનો જથ્થો અને મેડીકલ સાધનો સહીત રૂ ૧૭,૮૫૩ નો મુદામાલ જપ્ત કરી આરોપી સામે મેડીકલ પ્રેકટીશનર એકટ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(3:13 pm IST)