Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકા સુપરસીડ કરવા મુદ્દે કલેકટર ભાજપના રબર સ્ટેમ્પ : ધારાસભ્ય વિક્રમભાઈ માડમના પ્રહારો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા૩૧,દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકા સુપરસીડ કરવા મુદ્દે કલેકટર ભાજપના રબર સ્ટેમ્પ છે તેમ કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે પ્રહારો કરતાં જણાવ્યું હતું.

        ધારાસભ્ય વિક્રમભાઈ માડમએ જણાવ્યું હતું કે, ભાજપ જ સત્તામાં રહી શકે તેવુ  ન હોવું જોઈએ. ભાણવડમાં ભાજપ  પાસે માત્ર આઠ સભ્યો છે જ્યારે સામે પક્ષે કોંગ્રેસ પાસે ૧૬ સભ્યો છે જેથી ભાજપ દ્વારા તુમાખી ભર્યું વર્તન કરવામાં આવે છે અને કોઈપણ રીતે સત્તામાં આવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જનતાનો ગુસ્સો આવી બાબતમાં ખૂબ જ હોય છે. ત્યારે સત્તામાં રહી ને આવો નિર્ણય કરવો યોગ્ય નથી.

          વિક્રમભાઈ માડમે વધુમાં જણાવ્યું કે નરેન્દ્રભાઈ મોદીનું વર્ચસ્વ પણ ઘટવા લાગ્યું છે જે રિપોર્ટમાં જાણવા મળ્યું છે જેથી બધી જ જગ્યાએ ભાજપે શાસન માટે આશા ન રાખવી જોઈએ.

(5:00 pm IST)