Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળીયા જનરલ હોસ્પિટલની મુલાકાતે ધારાસભ્ય વિક્રમ માડમ : ત્રીજી લહેર માં લોકોને તકલીફ ન પડે તેમાટે વ્યવસ્થા : ખંભાળીયા , ભાણવડ અને સલાયા માં આરોગ્ય માટે 58 લાખ ની ગ્રાન્ટ ફાળવાઈ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળીયા જનરલ હોસ્પિટલની ધારાસભ્ય વિક્રમ માડમએ મુલાકાત લીધી હતી.

વિક્રમ માડમ દ્વારા દર્દીઓ ની સાથે વાતચીત કરી ખબર અંતર પૂછવામાં આવ્યા હતા.જિલ્લામાં આગામી ત્રીજી લહેર માં લોકોને તકલીફ ન પડે તેમાટે વ્યવસ્થા કરાઈ હતી ખંભાળીયા , ભાણવડ અને સલાયા માં આરોગ્ય માટે 58 લાખ ની ગ્રાન્ટ ફાળવાઈ હતી

ખંભાળીયા જનરલ હોસ્પિટલમાં 31.80 લાખ , ભાણવડ માં 18 લાખ અને સલાયા માં એક ખાનગી સંસ્થા ને એમ્બ્યુલન્સ માટે 7.5 લાખ ફાળવવામાં આવ્યા છે

ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા દર્દીઓ સાથે વાતચીત કર્યા બાદ ડોકટર ની કામગીરીને બિરદાવી અને સાથે મળી ને કોરોના ને હરાવવા માટે કામ કરવા કટિબદ્ધતા દર્શાવી છે

(5:02 pm IST)