Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

હળવદ તાલુકામાં કોરોનાનો માત્ર 0૧ કેસ, અન્ય ચાર તાલુકામાં નીલ આજે વધુ ૨૩ દર્દીઓ સ્વસ્થ થયા : એક્ટીવ કેસ માત્ર ૮૯ રહ્યા

મોરબી જીલ્લામાં કોરોના કેસો નામ માત્ર રહી જવા પામ્યા છે આજે મોરબી જીલ્લાના હળવદ તાલુકામાં માત્ર ૦૧ કેસ નોંધાયો છે તો જીલ્લાના ચાર તાલુકામાં એકપણ નવો કેસ નોંધાયો નથી
આજે હળવદ તાલુકાના ગ્રામ્ય પંથકમાં માત્ર ૦૧ કેસ નોંધાયો છે જયારે મોરબી, વાંકાનેર, ટંકારા અને માળિયા તાલુકામાં નવો એકપણ કેસ નોંધાયો નથી જીલ્લામાં વધુ ૨૩ દર્દીઓ સ્વસ્થ થયા છે મોરબી જીલ્લામાં એક્ટીવ કેસનો આંક માત્ર ૮૯ જોવા મળે છે

(8:04 pm IST)