Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ટંકારાને હરિયાળું બનાવવા આર્ય વિદ્યાલયમ્ અને સીટી આર્ટે આઠ અઠવાડિયાનું અભિયાન શરૂ કર્યું.

મોરબી : ટંકારા તાલુકો લીલોછમ તાલુકો બનેના સુત્ર સાથે અનોખુ કરવા ટેવાયેલી આર્ય વિદ્યાલયમ્ શાળા અને સીટી આર્ટના સંયુક્ત ઉપક્રમે આજ રોજ 31-મે સોમવારથી વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરી ચાલો કોઈનો શ્ર્વાસ બનીએ.”પ્રણય” કેરો વિશ્ર્વાસ બનીએ ના ગગનભેદી નારા સાથે આગામી બે મહિના માટે સતત જીવસૃષ્ટિના તમામ જીવો માટે પ્રાણવાયુની પ્રુતતા કરતા વુક્ષોનુ વાવેતર શરૂ કર્યું છે.
વાવેતર કરી ફોટોગ્રાફી પુરતી વાત નહી પરંતુ છોડને સમયસર પાણી અને રક્ષણકાજ પીંજરા ઉભા કરી હાલ 501 ધટાધુછ વુક્ષોનુ વાવેતરને વેગવંત કરવા શાળાના પ્રમુખ માવજીભાઈ મંત્રી મેહુલ કોરીંગા સીટી ગુર્પવાળા જીતુ ગોધાણી આર્ય સમાજ ટંકારાના દેવજી પડસુબિયા. વુક્ષપ્રેમી વડાવીયા. રાજેશભાઈ. વિશાલભાઈ. પિન્ટુભાઈ સહિતના પર્યાવરણપ્રેમી અને ટિમ મેમ્બર જોડાયા છે.

(8:05 pm IST)