Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

રાજુલા તાલુકાના પટવામા દરિયામાં નાહવા પડેલા ચાર બાળકોમાંથી ત્રણને બચાવી લેવાયા : એકની શોધખોળ

ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ ઘટના સ્થળે દોડી ગયા અને બાળકોને બચાવવા માટેની કામગીરીમાં લાગી ગયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૩૧

 અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના પટવા ગામે દરિયામાં નાહવા પડેલા ચાર બાળકોમાંથી ત્રણને બચાવી લેવાયા  છે જ્યારે એકની શોધખોળ હાથ કરવાના આવી છે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને બાળકોને બચાવવા માટેની કામગીરીમાં લાગી ગયા હત

પ્રાપ્ત માહિતી મુજબ રાજુલા તાલુકાના પટવા ગામે આજરોજ સવારના 10:30 ના સમય દરમિયાન પટવા દરિયાઈ વિસ્તારમાં આવેલ ધરમણા વાળા ખોડીયાર દરિયાઈ વિસ્તારમાં ચાર બાળકો નાહવા દરિયામાં ગયેલ અને દરિયાની વીળ. વધવાની સાથે દરિયાઓ દરિયામાં પાણીનો વધારો થવાની સાથે ચાર બાળકો ગરકાવ થવા લાગ્યા હતા.

      વાયુવેગે આ સમાચાર ફેલાતા સાથે જ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ મામલતદાર શ્રી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી જેમાં ચાર બાળકો માટે ત્રણ બાળકો લાંબી શોધખોળ બાદ મળી આવેલ અને એક બાળકની આ લખાય છે ત્યાં સુધી શોધખોળ ચાલુ છે. તેવું જાણવા મળેલ છે.

(3:23 pm IST)