Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

શ્રી સોમનાથની ધરતી ઉપર પૂ.બાગેશ્વર બાબાનું કુમ કુમ તિલકથી સ્વાગત

વેરાવળઃ શ્રી બાગેશ્વર ધામના પૂ. ધીરેન્દ્ર શાસ્ત્રીજી આજે શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવ્યા છે. આજે બપોરે તેઓનું આગમન થતા કુંવારીકાઓ દ્વારા તેઓનું કુમકુમ તીલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી બાગેશ્વર બાબા સાથે અમદાવાદ ઇસ્કોન ગૃપના ચેરમેન શ્રી પ્રવિણભાઇ કોટક સહીતના જોડાયા છે. શ્રી બાગેશ્વર બાબાનું સન્માન બાદ શ્રી સોમનાથ મહાદેવના દર્શને તેઓ નિકળ્યા હતા. (તસ્વીરઃ  અહેવાલઃ દિપક ક્કકડ-વેરાવળ)

(4:28 pm IST)