Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

મોરબી વિસીપરા મેઈન રોડ પર જાહેરમાં જુગાર રમતા છ શખ્સો ઝડપી પાડી મોરબી બી ડીવીઝન પોલીસ

રોકડ રકમ રૂ.૭૬૨૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

મોરબી વિસીપરા મેઈન રોડ પર જાહેરમાં જુગાર રમતા છ શખ્સો ઝડપી પાડી મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
  મળતી માહિતી મુજબ મોરબી બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના વિસીપરા રોહીદાસપરા મેઈન રોડ પર જાહેરમાં જુગાર રમતા ઇલીયાસ અબ્દુલભાઈ કટિયા, કાનાભાઈ રામજીભાઈ મણદરીયા, સુરેશભાઈ રામજીભાઈ મણદરિયા, ખોડાભાઈ જગાભાઈ રાવા, દિનેશભાઈ બાબુભાઈ અઘારીયા અને વિનોદભાઈ હેમુભાઈ ગણેશીયાને રોકડ રકમ રૂ.૭૬૨૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(8:54 pm IST)