Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

ભાવનગરનાં ગંગાજળીયા તળાવમાંથી અજાણ્યા વ્યકિતનો મૃતદેહ મળ્યો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૩૧: ગંગાજળીયા તળાવમાં એક મૃતદેહ હોવાની જાણ ફાયર બ્રિગેડને થતાં ફાયર બ્રિગેડનાં સ્ટાફે દોડી જઇ પાણીમાંથી ૫૨ વર્ષીય પુરૂષનાં મૃતદેહને બહાર કાડી તેને સી ડીવીઝન પોલીસને હવાલે કરતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ  અર્થે સર ટી. હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકની ઓળખ થઇ ન હોવાનું સી ડીવીઝન પોલીસે જણાવ્યુ હતું.

ક્રુરતાપૂર્વક બાંધેલ ૧૦ ભેંસ સાથે ટ્રક ઝડપાયો

સિહોર પાસે ટાણા નજીકથી સિહોર પોલીસે ટ્રક નં. જી.જે.૧૩વી૫૭૮૨ને શંકાનાં આધારે અટકાવી તેની તલાશી લેતા ટ્રકમાં ક્રુરતાપૂર્વક બાંધેલી હાલતે ૧૦ ભેંસ મળી આવતાં પોલીસે મજીદવલી તરકવડીયા (રહે.વલભીપુર) આરીફ હબીબ લાખાણી  અને ઇરફાન સતાર (રહે. બંને પાલીતાણા) ત્રણેય શખ્સોને  ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(11:37 am IST)