Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

ઓરીસ્સા રાજયના ખુર્દા જીલ્લા મથક ખાતે સમાજના યુવાનો દ્વારા વિઠલભાઈની પૂણ્યતિથિ નિમિતે રકતદાન કેમ્પ

ધોરાજીઃ ઓરીસ્સા રાજયના ખુર્દા જીલ્લા મથક ખાતે સમાજના યુવાનો દ્વારા આપણા ખેડુત નેતા પૂ.વિઠલભાઈની પૂણ્યતિથિ નિમિતે રકતદાન કેમ્પનુ આયોજન કરીને ૯૦ બોટલ રકત એકઠુ કરેલ હતુ. આ તકે રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા એ ઓરિસ્સાના યુવાનોને અભિનંદન પાઠવ્યા હતા અને ઓરિસ્સાની ધરતી ઉપર સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડીયાને યાદ કરી તેમની પુણ્યતિથિ ની ઉજવણી કરી અને રકતદાન કરી માનવતા પૂરી પાડી છે તે બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા.(તસ્વીર-અહેવાલઃ કિશોર રાઠોડ-ધર્મેન્દ્ર બાબરીયાઃ ધોરાજી)

(11:41 am IST)