Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

બગસરા પાલિકામાં ફરજમાં બેદરકારી દાખવનાર ૨ કર્મચારી સસ્પેન્ડ

(સમીર વિરાણી દ્વારા) બગસરા, તા.૩૧: નગરપાલિકામાં ફરજ બજાવતા બે કર્મચારીઓએ પોતાની ફરજ પ્રત્યે બેદરકારી દાખવતા હોવાથી ચીફ ઓફિસર દ્વારા બંને કર્મચારીઓને ફરજ પર છૂટા કરી દેવાનો હુકમ કરવામાં આવતાં કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.નગરપાલિકામાં ફરજ બજાવતા દેવેન્દ્રભાઈ બસિયાને વેરા વસુલાતની કામગીરી સોંપવામાં આવી હતી જેને યોગ્ય રીતે કરતાં ન હોય અને અધિકારીઓ સાથે ગેરવર્તન કરતા હોવાનું કારણ દર્શાવેલ ને કર્મચારીને ફરજ પર તો પાલિકાના કલાક ભરતભાઈ જોષી લાયબ્રેરીમાં ફરજ બજાવતા હોય પરંતુ ફરજ પર ગેરહાજર રહેતા હોવા છતાં હાજરીપત્રકમાં હાજરી દર્શાવતા હોવાથી બન્ને કર્મચારીઓ ને મૌખિક તથા લેખિત અનેકવાર સૂચનાઓ આપ્યા છતાં બેદરકાર રહેતા ચીફ ઓફિસર દ્વારા બંને કર્મચારીઓને ફરજ પરથી છૂટા કરવાનો હુકમ કરવામાં આવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે

(11:43 am IST)