Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

વડવાળા મંદિરના પાર્કીંગમાં ચોરી કરેલ ઇકો કાર સાથે ઝડપાયો

વઢવાણ,તા. ૩૧ : વડવાળા મંદિરના પાર્કીંગમાંથી ચોરી થયેલ ઇકો ગાડીનો એક ઇસમને લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગરએ પકડી પાડેલ છે.

એલ.સી.બી. ટીમ દ્વારા પેટ્રોલીંગ હાથ ધરી બાતમી મેળવેલ કે, અશરફ્નાઇ રહીમભાઇ ખલીફા રહે.રતનપર, મોટાપીરની દરગાહ પાસે, કબ્રસ્તાનની બાજુમાં, ફકીર સોસાયટી તા.વઢવાણ વાળાએ ચોરી કે છળકપટથી મેળવેલ એક સફેદ કલરની ઇક્કો ગાડી રજી નં જી.જે.-૦૩-કેપી-૦૮૨૩ વાળી લઇને હાલે તેના મકાનેથી નીકળી નવા સર્કીટ હાઉસ થઇ રીવરફ્રન્ટ રોડ ઉપરથી નીકળી સદરહુ ઇકો ગાડી વેચવા માટેની પેરવી કરવાની શકયતા છે.

જેથી સુરેન્દ્રનગર, રીવરફન્ટ ઉપર વોચ ગોઠવી પુછપરછ કરતા મજકુર ઇસમે એક મહિના પહેલા રાત્રીના દુધરેજ, વડવાળા મંદીરના પાર્કીંગમાંથી ચોરી કરેલ હોવાનું જણાવે છે. આ ઇકો ગાડીના સાચા રજી. નંબરની ખબર નથી. ઇકો ગાડી રજી. નં. જી.જે. ૦૩-કેપી-૦૮૨૩ ની ફેસબુકમાં એડ આવેલ હતી જેમાંથી ઇકો ગાડીની આર.સી. બુક તથા અન્ય કાગળો મેળવી તેની ઝેરોક્ષ કરાવેલ હતી. જે આર.સી.બુકની ઝેરોક્ષ આધારે આર.ટી.ઓ. કચેરી સુરેન્દ્રનગર ખાતેથી રજી. નં જી.જે.-૦૩-કેપી-૦૮૨૩ ની નંબર પ્લેટ બનાવડાવેલ હતી. જે નંબર પ્લેટ આ ચોરીની ઇકો ગાડીમાં લગાડેલ હતી. તેમ જણાવી ઇકો ગાડીની ચોરી કરેલાની કબુલાત આપતા મજકુર ઇસમ પાસેની ઇકો ગાડી રજી. નં. જીજે -૦૩-કેપી-૦૮૨૩ જેના એન્જીન નં. G12RN902333 તથા ચેસીસ નં. MAZERLF1S00892947 છે. જેની કી.રૂ.૪,૫૦,૦૦/- ગણી તેમજ ઇકો ગાડીમાંથી બે કાગળો મળી આવતા કી રૂ.૦૦/૦૦ ગણી કુલ રૂ.૪,૫૦,૦૦૦/- નો મુદ્દામાલ સી.આર.પી.સી.કલમ ૧૦૨ મુજબ કબજે કરી મજકુર ઇસમને સી.આર.પી.સી.કલમ ૪૧(૧)ડી મુજબ અટક કરી સદરહુ ઇકો ચોરી થયા બાબતે ખરાઇ કરતા ઇકો ગાડીનો સાચો નંબર જી.જે-૧૩-એઆર-૨૩૪૨ છે. જે ઇકો ચોરી અંગે સુ.નગર સીટી એ ડીવી. પો.સ્ટે. ગુ.ર.નં ૧૧૨૧૧૦૫૭૨૧૧૨૫૪/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી. થયેલાનુ જણાઇ આવેલ છે.

એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટરશ્રી ડી.એમ.ઢોલ, તથા પો.સબ ઇન્સ.શ્રી વી.આર.જાડેજા તથા એ.એસ.આઇ. એન.ડી.ચુડાસમા તથા નિકુલસિહ ભુપતસિંહ તથા પો.હેડ.કોન્સ, અનિરુધ્ધસિહ અભેસંગભાઇ તથા પો.કોન્સ. દિલીપભાઇ ભુપતભાઇ તથા અજયસિંહ વિજયસિંહ તથા અનિરુધ્ધસિંહ ભરતસિંહ તથા નિર્મળસિંહ મંગળસિંહ એ રીતેની ટીમ દ્વારા સચોટ બાતમી આધારે ઇકો ચોરીના ગુનાનો ભેદ ઉકેલેલ છે.

(11:44 am IST)