Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

ઓખામાં માતાજીની આસ્થા સાથે શ્રધ્ધા : દોઢ વર્ષનો ભત્રીજો બિમાર હોવાથી ફઇએ દ્વારકાથી ઓખા માતાજીના દર્શને ચાલીને જવાની માનતા લેતા માનતા સફળ

હોસ્પીટલની સારવાર લેતા પણ સારૂ નતુ થયુ માતાજીનો સાક્ષાત પરચો મળ્યો હોય તેમ બાળક દોડતો થઈ ગયો

(વિનુભાઇ સામાણી દ્વારા)દ્વારકાતા.૩૧ દેવભુંમી દ્વારકા જીલ્લાના ઓખા ગામ ખાતે માં ગાત્રાળ તેમજ મિરબાઇમા મર્ણિમા અને રામજીડાડા ના એક રિધ્ધીમાં જટણીયા નામના ભુંઈમાના ધરે માતાજીની સ્થાપના હોય ત્યા માતાજીનો ક્ષાતક્ષાત ચમત્કાર હોવાથી લોકોની આસ્થા સાથે માનતાઓ સફળ થાય છે. દ્વારકાના રહેવાસી જય પંકજભાઇ જટણીયાના સુપુત્ર દોઢ વર્ષનો દર્શ એ ઓચીંતો પાંચ દિવસથી ખાવા પિવાનું છોડી દીધું તેમજ તાવ ઉધરસ જેવી બિમાર પડી જવાથી જામનગર ખાતે એક બાળકના સ્પેશીયાલિસ્ટ  ડોકટરની દવા લેવા છતા બાળક ગુમશુમ રહેતા તેમનાજ એક ફઇ નિશીતા જટણીયાએ ભત્રીજો સાજો થઇ જાસે તો ઓખા ખાતે આવેલ માતાજીને દ્વારકા થી ઓખા ત્રીસ કિમી પગપાળા માતાજીના દર્શન કરવાની માનતા લેતા માતાજીનો સાક્ષાત પરચો 

મળ્યો હોય તેમ દોઢ વર્ષનુ બાળક દોડતું થયું અને ખાવાપીવા મંડયો હતો.

જેથી તેની માનતા ગુરૂવારના દિને  ફઇ માતા અને દાદાએ આઠ કલાક ચાલીને  પુરી કરી માતાજીના આર્શિવાદ લીધા હતા. ઉલ્લેખીયન છેકે રિધ્ધીબેન ભુઇમાં સપ્તાહમાં એક જ વાર ગુરૂવારે જ કોઇ પરીવારમાં તક્લીફ હોય તો માતાજીના આર્શિવાદ અને સેવા કરવા બેસે છે. સારા સારા પરીવાર લોકો માના આશીવાદ લેવા રાજકોટ જામનગર દ્વારકા સહિતના વિસ્તારોમાંથી પહોચે છે.

                

માતાજીને રોકડ દાન ધરાવાની મનાઇ માત્ર પ્રસાદ

 

ઓખા ખાતે રિધ્ધીબેન ભુંઈમાના ધરે ગાત્રાળ માતાજીનું સ્થાને હોય ત્યા કોઇપણ જાતની રોકડ દાન દક્ષિણા લેવામાં આવતી નથી માત્ર માતાજી માટે લોકો પ્રસાદ લેઇ જાય છે અને એ પ્રસાદ પણ માતાજીને ધરાવી પ્રસાદરૂપી શ્રધ્ધાળુંઓને પરત આપી દેવામાં આવે છે. માતાજીને લોકો આસ્થા સાથે ચુંદડી અર્પણ કરતા હોય તે પણ પ્રસાદી રૂપે શ્રધ્ધાળુઓને અર્પણ કરવામાં આવે છે.(તસવીર : દિપેશ સામાણી - દ્વારકા)

(12:31 pm IST)