Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

પડધરી તાલુકા આમ આદમી પાર્ટીની મિટીંગમાં પ્રમુખ-ઉપપ્રમુખ સહિત હોદ્ેદારોની વરણી

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી તા. ૩૧ :  ઉકરડા રોડ જડેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગમાં રાજકોટ જિલ્લાના પ્રમુખ તેજસ ગાજીપરા પ્રદેશ યુવા સંગઠન મંત્રી યોગિરાજસિંહ જાડેજા મ.જીલ્લા મહામંત્રી અર્જુનભાઇ ડવ. સંગઠન મંત્રી કલ્પેશ વૈષ્ણવ તેમજ જીલ્લાનાં હોદેદારો હાજર રહ્યા હતા. તાલુકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.

પડધરી તાલુકાના તમામ ગામ એક-બે કાર્યકરો હાજર રહ્યા હતા અને તમામ ગામના લોકો જે આમ આદમી પાર્ટીમાં જોડાણા હતા તેમનું દરેક ગામ વાઇઝ ૧૦ થી વધારે લોકોનું લીસ્ટ લઇને હાજર રહ્યા હતા જે કોરોના મહામારીને ધ્યાને જાજી સંખ્યા ભેગી ન થાય તેને ધ્યાને લઇ સમગ્ર તાલુકામાંથી ૩૦૦ થી વધારે કાર્યકરો આપમાં જોડાયા હતા અને તાલુકાના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી મહામંત્રીની વરણી કરવામાં આવી હતી.

પ્રમુખ તરીકે મહિપાલસિંહ એચ.જાડેજા, હડમતીયા, ઉપપ્રમુખ તરીકે મનસુખભાઇ ચોવટીયા મોટા ખીજડીયા. મહામંત્રી તરીકે અનિલભાઇ કમાણી મંત્રી તરીકે હરપાલસિંહ જાડેજા, જીલરિય. અજીતભાઇ નકુમ બોડીઘોડી, સંગઠ્ઠન મંત્રી કાનજીભાઇ લુણાગરિયા ખજુડી. જયેશ તળપદા મોવૈયા હિતેશભાઇ ઝાલાવાડીયા ન્યારા. સંગઠ્ઠન મંત્રી. નિલેશભાઇ જારિયા મોટી ચણોલ, સંજયભાઇ ગઢીયા, ગઢડા નાગબાઇ, સહ સંગઠ્ઠન મંત્રી તરીકે પિન્ટુભાઇ ડોબરીયા ખામટા સોશિયલ મીડીયા, રજનીશ વેજપરા, જીવાપરની વરણી કરવામાં આવી હતી અને આવનારા સમયમાં હજી ઘણા બધા હોદ્દેદારોની વરણી કરવાની બાકી રાખી છે તે આવનારા સમયમાં પુરી કરવાની છે.

આ મીટીંગમાં પડધરી તાલુકામાંથી આમ આદમી પર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:02 pm IST)