Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

સલાયામાં બે સગી બહેનોને ડંખ મારનાર 'સાયલેન્ટ કિલર' સાપને ગ્રામજનોએ મારી નાંખ્યો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૩૧ :. દેવભૂમિ દ્વારકા જીલ્લાના સલાયામાં જૂની પોલીસ ચોકી પાસે રહેતા સાજીદ અબ્દુલ સતાર મૌલવીની બે માસૂમ પુત્રી શબીદા (ઉ.વ. ૧૪), ઈન્સા (ઉ.વ. ૯) ને સાપ એ દંશ દેતા કરૂણ મૃત્યુ થયેલ છે.

આ સાપ કાલે રાત્રે ફરી તેમના ઘર પાસે રાત્રીના ૧૨.૩૦ કલાકે દેખા દેતા ગુસ્સામાં આવી ગ્રામ્યજનોએ સાપને મારી નાખેલ છે.

સાપ 'કરેત' તરીકે ઓળખાતી જાતિનો છે જેને 'સાયલેન્ટ કિલર' તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનો ડંખ તદ્દન સોય જેવો હોય ડંખની જગ્યા દેખાતી નથી. આ સાપ મોટા ભાગે પગમાં, પેટમાં અથવા માથાના ભાગે દંશ દેવાની ટેવવાળો હોય છે.

(1:03 pm IST)