Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

કેશોદમાં રાત્રે ઝુપડામાં બાકોરૂ પાડી નિંદ્રાધીન મહિલાનાં ગળામાંથી સોનાનું માદળીયું અને કાંપની ચોરી

તસ્કરો મોબાઇલ પણ ચોરી ગયા

(વિનુ જોશી) જુનાગઢ, તા. ૩૧ :  કેશોદમાં જુનાગઢ રોડ પર આવેલ એક હોટેલની બાજુમાંં ઝુંપડામાં રહેતા વલ્લભભાઇ ભીખાભાઇ વાઘેલા (ઉ.વ.પ૦) નામનાં દેવીપૂજક પરિવાર સાથે રાત્રીના સમયે સુતા હતા.

ત્યારે રાત્રીના એક અજાણ્યો શખ્સ ઝુંપડાનાં પાછળનાં ભાગેથી બાકોરૂ પાડી ઝૂંપડામાં પ્રવેશ્યા હતા બાદમાં વલ્લભભાઇની નિંદ્રાધીન પત્નીનાં ગળામાં જોટ મારી રૂ. ૧૬ હજારની કિંમતનું સોનાનું માદળીયું અને કાનમાંથી રૂ. રપ હજારની કિંમતનો સોનાનો એક કાંપ તેમજ રૂ.૬૦૦૦ નો મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૪૭ હજારની માલમતાની ચોરી કરી હતી.

પત્નીનાં ગળામાં આ શખ્સે જોટ મારતાં તેની અને તેની પતિ વગેરે જાગી ગયા હતા પરંતુ એક દુધીયા કલરનું ટીશર્ટ અને જીન્સ પેન્ટ પહેરેલ શખ્સ નાસી ગયો હતો.

આ અંગે જાણ થતા પીએસઆઇ એસ.એન. સોનારાએ દોડી જઇને તપાસ હાથ ધરી હતી.

(1:04 pm IST)