Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

જેતપુરમાં રાજકારણમાં ઝંપલાવનાર કોંગ્રેસના પુર્વ ઉમેદવારના ઘરમાંથી ૧ લાખનો દારૂ પકડાયો

જેતપુર તા.૩૧ : શહેરમાં થોડા સમય પહેલા નગરપાલિકાની પેટા ચુંટણીમાં કોંગ્રેસત રફથી ઉમેદવારી નોંધાવનાર નેતા રાજકારણને બદલે દારૂના ધંધામાં ચડી જતા પોલીસે તેના રહેણાંક મકાનમાંથી ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડયો છે.

શહેર પોલીસ ગઇકાલે સાંજે પેટ્રોલીંગમાં નીકળેલ દરમિયાન બાતમી મળેલ કે ધોરાજી રોડ વિસતારમાં રહેતો અનીકેત બાવીસા પોતાના ઘેર ઇગ્લીશ દારૂનો ધંધો કરતો હોય તે આધારે શહેર પોલીસે ધોરાજી રોડ પર આવેલ આંખની હોસ્ીપટલ પાસે અનીકેતના રહેણાંક મકાનમાં દારૂ અંગેની રેઇડ કરતા ઢોરના ચારો રાખવાના રૂમમાંથી ઇગ્લીશ દારૂની બોટલો નંગ-ર૩૯ કિ. રૂ.૧,૦૪,૧૦૦નો મળી આવતા પોલીસ અનીકેત કૈલાશભાઇ બાવીસા તથા તેમની સાથે ધંધો કરતા વસીમ ઇકબાલભાઇ સોલંકી તથા અવેશ ઉર્ફે જુમ્મા યાકુફભાઇ ખંડાળા, ત્રણેય શખ્સોની ઇગ્લીશ દારૂ તેમજ મોબાઇલ- ૩ મળી કુલ રૂ.૧,૧૧,૧૦૦ના મુદામાલ સાથે પકડી પાડી દારૂ અંગે પુછપરછ કરતા નવાગઢ વિસ્તારમાં રહેતો ફૈઝલ રજાકભાઇ તેરવાડીયાના કહેવાથી ઉદય નામના વ્યકિત પાસેથી લાવેલ હોય પોલીસે પાંચેય શખ્સો વિરૂધ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(1:05 pm IST)