Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

ભાવનગર પૂર્વ મેયર સનત મોદીનું અવસાન

ભાવનગર : ભાવનગરના પૂર્વ મેયર અને બે ટર્મ ભાજપ શહેર પ્રમુખ રહેલા સનતભાઇ મોદીનું દુઃખદ અવસાન થયું છે. આજે વહેલી સવારે સનતભાઇ મોદીનું અવસાન થતાં ભાજપ વર્તુળમાં ભારે શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. સવારે તેમની અંતિમયાત્રામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં તા. ર૦ જુલાઇએ તેમના ભાવનગર નિવાસસ્થાને જઇ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે રૂબરૂ મુલાકાત કરીને ખબર અંતર પૂછયા હતાં. ભાવનગરે એક સાદગીસભર સરળ નેતાને ગુમાવ્યા છે.

(1:08 pm IST)