Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

પોરબંદરના સાંસ્કૃતિક મુલ્યોની જાળવણી માટે સજાગતાની જરૂર

માહિતી કચેરી અને પ્રવાસન કચેરી શહેરથી દૂર હોય યાત્રિકો પુરતી સાંસ્કૃતિક માહિતી મેળવી શકતા નથી : ઐતિહાસિક તથા પ્રવાસન સ્થળોની વિડીયો-ફોટો લાયબ્રેરીની ખામી : સાગરખેડૂના હિત અને સંસ્કૃતિની પરવા કરાતી નથી : વેપારી સંગઠનોના બેધ્યાનપણાથી ઔદ્યોગિક વિકાસમાં રૂકાવટ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૩૧ : શહેર કે જીલ્લાના ગ્રામ્ય નાગરીકો પોતાના પ્રશ્નો માટે ચોથી જાગીર ગણાતી પ્રિન્ટ મિડીયા કે ઇલેકટ્રોનીક મિડીયા પાસે દોડી જાય છે. તે આશાએ કે તેમના દ્વારા ન્યાય મળશે? ગજસંપન્ન સમાચારના માધ્યમથી મુશ્કેલી વેદના સમાચાર સ્વરૂપે પ્રસિધ્ધ થાય પરંતુ તે વાંચવા પુરતુ ખુશ થવા પુરતુ અને સંતોષ માનવા પુરતુ મર્યાદીત છે. વર્તમાન સ્થિતીએ માહિતી ખાતુ પણ ઠંડુગાર બની ગયેલ છે.

વર્તમાન માહિતી ખાતાની કચેરી શહેરની મધ્યમાં હોવી જોઇએ અથવા પ્રવાસન સ્થળથી નજીક હોવી જોઇએ. જેથી બહારથી આવતા દેશવિદેશ નાગરીકો રાજય સરકાર સંબંધે તેમની કાર્યપધ્ધતી સંબંધે જાણકારી મેળવી શકે. રાજય વિકાસ જાણકારીથી વાકેફ થઇ શકે. આ કચેરીમાં રાજયનો માહિતી પ્રવાસન સ્થળ ઐતિહાસિકની વિડીયોગ્રાફી કે શહેરીગ્રાફીથી માહિતગાર થઇ શકે. સાથોસાથ લાયબ્રેરી પણ રાખવી જરૂરી ફરજીયાત છે.

શહેરની જૂની કલેકટર કચેરી હજૂર કોર્ટ બિલ્ડીંગ સીટી સર્વે કચેરી જયા પ્રથમ જીલ્લા કલેકટર કચેરી જીલ્લો જાહેર થતા કાર્યરત બનેલ તે ખાલી છે. જયારે આસપાસમાં એસટી બસ સ્ટેન્ડ ડેપો, રેલ્વે સ્ટેશન, ઐતિહાસિક સાંસ્કૃતિક સ્થળો રાષ્ટ્રપિતાની જન્મભૂમિ કિર્તીમંદિર, સુદામા મંદિર, માણેક, કુદરતી સૌદર્ય, નૈસર્ગીક ધામ અરબી સમુદ્ર ચોપાટી, શહેરની વચ્ચે પસાર થતો હોસ્ટેલ હાઇવે ૮ (ઇ) ઓખા પોરબંદર સોમનાથ પોરબંદરને જોઇતો માર્ગ જે દેશ વિદેશના પ્રવાસીઓને પથદર્શક બની શકે તે સ્થળે માહિતી કચેરી હોવી જોઇએ. સરકારી નિયમ પણ છે પરંતુ આ કચેરીને દૂર રાખી બેઠા છે. શહેરની બહારવગડામાં માહિતી ખાતાની કચેરી હોતા પોરબંદર શહેરની મુલાકાતે આવનાર યાત્રીકો રાજય સરકારની પ્રવૃતિ કાર્યપધ્ધતી અજાણ રહે. સંસ્કૃતીદર્શન ગુજરાતનું કહી શકે નહિ અને મિડીયા પત્રકારો પણ દૂર રહે જેથી હાલનો ઘણા લાંબા સમયથી મદદનીશ સહાયક માહિતી અધિકારી વગર ધણીધોરી વગરની છે. જેથી સરકારશ્રી દ્વારા જાહેરહિત લોકકલ્યાણકારી યોજના, જરૂરત મંદ લોકોને જાણકારી મળતા મેળવી શકે નહિ.

ગુજરાત સૌરાષ્ટ્રમાં વ્યાપારી હિત ચિંતક ગણાતી વ્યાપારી સંસ્થાઓ બે જવાબદાર ગણી શકાય. આ કડવુ સત્ય પચાવવુ કપરૂ, કઠીન, સહનશકિત દૂર રાખી ઔદ્યોગીક વિકાસને દુર રાખી અવમુલ્યન કરી નાખ્યુ છે. એક નવો ઉદ્યોગ લાવી શકેલ નથી અને જે હૈયાત કાર્યરત મોટા ઉદ્યોગને બચાવી શકેલ નથી.

શહેરમાં  ફરજ માનવતાના દિવા કયારે હૃદયથી પ્રગટશે? વડા તો આ સામાન્ય જનતાની સાથે રહેવામાં તેમના સુખ દુઃખ વેદના સમજવા કે વ્યથા સમજવા માટે ફુરસદ નથી. ફરજનિષ્ઠા જવાબદારી છે કે, તેઓશ્રીએ ચેમ્બરીંગ કરવાના બદલે અધિકારી નહિ સામાન્ય નાગરીક બની જનતા નાના વેપારી, શેરીગલ્લીના નાગરીકો સાથે સંપર્કમાં રહી કાયદો વ્યવસ્થા સંબેધે જાણકારી મેળવી રાહતરૂપ પગલા લેવા જોઇએ. પોરબંદર પરમપૂજય સમગ્ર વિશ્વના મહામાનવ જન્મલેનાર રાષ્ટ્રપિતા પુ.વસ્.મોહનદાસ કરમચંદ ગાંધી યાને મહાત્માગાંધીની સત્ય અહિંસા અને મહાભારત યુગનું દર્શન કરાવતી શ્રીકૃષ્ણ યુગની નિષ્કામ ભકિત પ્રેરીત ભકત શ્રીસુદામા યાને સુદામાની પ્રાચીન પવિત્ર ભુમી છે. ભારતીય સંસ્કૃતનું યાત્રાધામ છે. તેમની ગીરીમા ખંડીત થતી અટકાવવી સમગ્ર રાષ્ટ્રની ફરજ છે.

મૂળભુત વસાહત ગ્રામ્ય બરડા અને ઘેડ વિસ્તારમાં ભુમિપુત્રની ઓળખ આપનાર ખેડુત અને શહેરી વિસ્તારમાં ખારવા સમાજ યાને સાગરખેડુ છે. તેમા કિસાન માટે હિતચિંતક જાગૃત છે પરંતુ ખારવા સમાજ સાગર ખેડૂત સમાજના હિતચિંતકો પુરતા જાગૃત હોવા છતા અવઢવ ભરેલા છે. આત્મવિશ્વાસનો પુરતો અભાવ સાથે અજ્ઞાનપણુ જણાય છે. પોરબંદર શહેરની આબાદી રોશની ઘરેણુ ખારવા સમાજ સાગરખેડુ છે. પરંતુ રાજકીય રીતે એવા અટવાયેલા છે કે તેમના અંદરના જ મુઠ્ઠીભર કહેવાના અથવા પોતાની જાતે ઉભી કરનાર મોભી કહેડાવનાર એક દંભી વર્ગ જે અજ્ઞાનતા અંધકારમાં જ અટવાય પડયો છે.

રાજકારણીઓ ઉંધા ચશ્મા પહેરાવી ભરપુર લાભ લ્યે છે. શિક્ષીત ડોકટર એન્જીનીયર, એડવોકેટ સુધી ભણેલ છે. વ્યવસાય કરી રહ્યા છે તે પણ રૂઢીગત ગણાતા સમાજના અંધારામાં અટવાયેલ છે. સમગ્ર સમાજને બંદરના અંધકારમાં ભટકતા કરી દીધેલ છે. કેટલાક રાજકીય રોટલો શેકી રહ્યા છે. ધીકતા બંદરને મુરઝાવી નાખેલ છે.

(1:09 pm IST)