Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

કચ્છના કોંગ્રેસી અગ્રણી અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદેનુ પક્ષમાંથી રાજીનામું

પાંચ વર્ષ સુધી કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના ખજાનચી તરીકે સેવા આપી'તી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ::: કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ તથા વરિષ્ઠ ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદેએ અંગત કારણોસર કચ્છ જિલ્લા કોંગ્રેસ કોર કમિટીના સભ્ય તેમજ કોંગ્રેસ પક્ષના પ્રાથમિક તથા ક્રિયાશીલ સભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. તેઓ વર્ષો સુધી કચ્છમાં કોંગ્રેસ પક્ષ માટે કાર્યરત રહ્યા હતા.  પાંચ વર્ષ સુધી કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના ખજાનચી તરીકે સેવા આપી હતી. ૨ વર્ષ કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા રહ્યા હતા, તો ૧૦ વર્ષ સુધી ભુજ શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે કાર્યરત રહ્યા હતા.

(3:31 pm IST)