Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

ગુજરાતમાં વિકાસની ઉડાન : અમરેલીમાં હેલીકોપ્ટર બનશે

ગુજરાત સરકાર અને કંપનીના એમ.ઓ.યુ.ને આવકારતા રૂપાલા

રાજકોટ,તા. ૩૧ : ગુજરાત સરકાર અને ખાનગી કંપની વચ્ચે એમ.ઓ.યુ થયા છે તે મુજબ અમરેલીમાં નાના હેલીકોપ્ટર અને એરક્રાફટનુું ઉત્પાદન થશે. કેન્દ્રીય ડેરી ઉદ્યોગ મંત્રી શ્રી પરસોતમ રૂપાલાએ આ એમ.ઓ.યુ.ને આવકારી જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત અવિરત પ્રગતિના પંથે છે. દેશમાં સૌપ્રથમ ગુજરાતમાં નાના હેલીકોપ્ટર અને એરક્રાફટના ઉત્પાદનથી રોજગારીમાં વૃધ્ધી સાથે વિકાસને વેગ મળશે.

દરમિયાન જાણવા મળે છે કે, સરકારના એવિેએશન વિભાગ દ્વારા એરોફેયર ઇન્ક કંપની સાથે ૧૫૦ કરોડના MOU કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતોનુસાર આગામી ડિસેમ્બર -૨૦૨૧ સુધીમાં કંપની દ્વારા અમરેલી ખાતે યુનિટ ઉભું કરી દેવામાં આવશે અને ત્યારબાદ એરક્રાફટનું ઉત્પાદન ચાલુ થશે.

કંપની દ્વારા અમરેલી ખાતે ૨ સીટર અને ૪ સીટર એરક્રાફટ, એર એમ્બ્યુલન્સ અને હેલીકોપ્ટરનું નિર્માણ કરવામાં આવશે તથા ફલાઇટ ટેસ્ટ અને પ્ય્બ્ (પ્લેન સર્વિસીસ) પણ કરવામાં આવશે. જેનાથી અમરેલી જિલ્લામાં ઉડ્ડયન ક્ષેત્રે પ્રગતિ થશે.

(3:53 pm IST)