Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

મોરબીના ટ્રક ટ્રાન્સપોર્ટની હડતાલ બાબતે બે ટ્રાન્સપોર્ટર બોલાચાલી બાદ મારામારી

જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ

મોરબી : હાલમાં ટ્રક ટ્રાન્સપોર્ટની હડતાલ ચાલી રહી છે ત્યારે ટ્રકોના પૈડા થંભી ગયા છે તો મોરબી માળિયા નેશનલ હાઈવે પર ટીંબડીના પાટિયા નજીક ટ્રક ટ્રાન્સપોર્ટની હડતાલ બાબતે બે ટ્રાન્સપોર્ટરોએ બોલાચાલી કરી એક ટ્રાન્સપોર્ટનર છરીનો ઘા ઝીંકી દેતા ઈજા થઇ હતી અને બાદમાં જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે

 મળતી માહિતી મુજબ મોરબીના ફ્લોરા હોમ્સમાં રહેતા અને ટ્રક ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા હિમાંશુભાઈ કેશુભાઈ સુવારીયા (ઉ.૩૬) ને આરોપી વનરાજભાઈ આહીર શ્રી ક્રિષ્ના ટ્રાન્સપોર્ટવાળા સાથે ટ્રક ટ્રાન્સપોર્ટની ઓફીસની સીડી પાસે ટ્રક ટ્રાન્સપોર્ટની હડતાલ બાબતે બોલાચાલી થતા આરોપી વનરાજભાઈ આહીરએ ફરિયાદી હિમાંશુભાઈ સુવારીયાને ગાળો આપતા ફરિયાદી હિમાંશુભાઈ સુવારીયાએ ગાળો આપવાની નાં પડતા આરોપી વનરાજભાઈ આહિરે ઉશ્કેરાઈ જઈને તેની કારમાંથી છરી કાઢી ફરિયાદી હિમાંશુભાઈને મારવા જતા તેને ડાબા હાથની હથેળીમાં તથા ડાબા હાથની બીજી આંગળીમાં તથા જમણા હાથના અંગુઠામાં તથા પહેલી આંગળીમાં તેમજ છાતીના ભાગે ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(6:45 pm IST)