Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

વાંકાનેરના ઢુવા ગામનું બાળક પરિવારથી વિખૂટું પડી જતા

ચાઈલ્ડ લાઈન ટીમે પરિવાર સાથે મિલાપ કરાવવા પ્રયાસો આદર્યા

મોરબી : વાંકાનેરના ઢુંવા ગામે રહેતો કરણ નામનો બાળક ચરાડવા ગામેથી મળી આવતા માતા-પિતાથી વિખુટા પડેલા કરણનો પરિવાર સાથે મિલાપ કરાવવા ચાઈલ્ડ લાઈન ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
મોરબી ચાઈલ્ડ લાઈન ટીમને ગઈકાલે ચરાડવા ખાતેથી અંદાજે આઠેક વર્ષની ઉંમર ધરાવતો બાળક મળી આવેલ છે. આ બાળકને ધરપત આપી પૂછપરછ કરતા બાળકનું નામ કરણ હોવાનું તથા પપ્પાનું નામ અમરસિંહભાઈ અને માતાનું નામ રેખાબેન હોવાનું જણાવેલ છે. મૂળ મધ્ય પ્રદેશના વતની કરણના માતાપિતા પરિવાર સાથે ઢુવા ગામે રહેતા હોવાનું અને ગઈકાલ રમતા – રમતા ઘરેથી નીકળી ગયેલ હોવાનું જણાવે છે.
આ બાળકના માતાપિતાને શોધવા ચાઈલ્ડ લાઈન ટીમ દ્વારા ઢુંવા ગામના સરપંચ અને અન્ય લોકોની મદદ લેવામાં આવી રહી છે. જો આ બાળક કે તેમના માતાપિતા અંગે કોઈ જાણકારી હોય તો, મોબાઈલ નંબર 7096819345, 9316755311 ઉપર સંપર્ક કરવા ચાઈલ્ડ લાઈન ટિમ મોરબી દ્વારા અપીલ કરવામાં આવી છે

(6:52 pm IST)