Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘ મહેર : જામનગરમાં સાડા સાત ઇંચ : કોટડાસાંગાણીમાં ૫ ઇચ : રાજકોટમાં સાડા પાંચ ઇંચ : કલ્યાણપુર અને ભાણવડમાં ૫ ઇચ : લાલપુર - બાબરા - લખતરમાં ચાર ઇંચ વરસાદ

રાજકોટ જિલ્લાના લોધીકા ભાવનગર જિલ્લાના ઉમરાળા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામા સાડા ત્રણ ઇંચ વરસાદ : જસદણ-વિછીયા - વલભીપુરમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો : સર્વત્ર મેઘાવી માહોલ

રાજકોટ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના આજે આખો દિવસ મેઘાવી માહોલ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે રાત્રિના પણ  આ લખાય છે ત્યારે વરસાદ વરસી રહ્યો છે.સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘ મહેર થઈ છે જામનગરમાં સાડા સાત ઇંચ વરસાદ વરસ્યો છે કોટડાસાંગાણીમાં ૫ ઇચ પડ્યો છે રાજકોટમાં સાડા પાંચ ઇંચ વરસાદ દિવસ દરમિયાન પડ્યો છે કલ્યાણપુર અને ભાણવડમાં ૫ ઇચ જ્યારે લાલપુર - બાબરા - લખતરમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લાના લોધીકા ભાવનગર જિલ્લાના ઉમરાળા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામા સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે જસદણ-વિછીયા - વલભીપુરમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છેસર્વત્ર મેઘાવી માહોલ જામ્યો છે.

આ ઉપરાંત ભાવનગર શહેરમાં અડધો ઇંચ મહુવામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો છે જ્યારે તળાજા ઘોઘા સહિતના વિસ્તારોમાં ઝાપટાં પડ્યા છે. કચ્છમાં પણ આખો દિવસ મેઘમહેર યથાવત્ છે કચ્છના ગાંધીધામમાં બે ઇંચ ભુજ અને અંજારમાં દોઢ ઈંચ તથા ભચાઉ રાપર નખત્રાણા  માંડવી અને રાપરમાં ઝાપટાંથી માંડી ને એક ઈંચ વરસાદ પડ્યો છે. જામનગર જિલ્લાના જામનગર શહેરમાં સૌથી વધુ સાડા સાત ઈંચ વરસાદ વરસ્યો છે જ્યારે લાલપુરમાં ૪ ઈચ વરસાદ પડ્યો છે કાલાવડમાં 3 ઇંચ વરસાદ પડયો છે જ્યારે જોડીયામાં બે ઇંચ અને ધ્રોલ શહેરમાં દોઢ ઈંચ વરસાદ પડ્યો છે.

(10:25 pm IST)