Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

વઢવાણનો વડોદ ડેમ છલકાયો : 5 દરવાજા એક ફૂટ ખોલાયા

લીમડીની ભોગાવો નદીમાં ઘોડાપુર : નીચાળવાળા ગામોને એલર્ટ કરાયા

સુરેન્દ્રનગરઃ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્રમાં આ સિઝનનો 150 ટકા વરસાદ ખાબક્યો છે સૌરાષ્ટ્રના અનેક ડેમો ભરાઇ ગયા છે. ત્યારે વઢવાણ તાલુકાનો વડોદ ડેમ પણ ઓવર ફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો અને ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે લીંબડી ભોગાવો નદીમાં પૂર આવ્યું છે. ડેમમાં પાણીની આવક વધતાં ડેમના 5 ગેટ 1 ફુટ ખોલવામાં આવ્યા છે.

ડેમ ઓવરફ્લો થતાં તંત્રએ નીચાણવાળા ગામોને નદીના પટમાં અવર જવર ન કરવા અને સાવચેત રહેવા માટેની સૂચના વડોદ, ઉઘલ, બોડીયા, બલદાણા, લીયાદ, સૌકા, લીંબડી, ઉંટડી, ચોકી, ચોરણીયા, પાણશિણા, જાખણ, ખંભલાવ, દેવપરા, કાનપરા સહિતના ગામોને એલર્ટ કરાયા છે.

(10:45 am IST)