Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૪મી જન્મજયંતીએ ચોટીલા સ્થિત ઐતિહાસિક જન્મસ્થળે ભાવાંજલિ અર્પણ

અમદાવાદ,તા. ૨૯: રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, સુરેન્દ્રનગર જિલ્લાના સંનિષ્ઠ અને સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા (આઈપીએસ), વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક ડી. વી. બસીયા, ચોટીલા પોલીસ ઈન્સપેકટર ભાવનાબેન પટેલ અને પોલીસ પરિવાર, શ્રી ચોટીલા એજયુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના કિરીટસિંહ રહેવાર (મામા), ચોટીલા સરકારી તાલુકા પુસ્તકાલયના વિમલગીરી ગોસ્વામી અને અનિશભાઈ લાલાણી, શિક્ષક ભરતસિંહ ડાભી, રામ રહીમ ફાઉન્ડેશનના મોહસીન ખાન સહિત મોટી સંખ્યામાં મેઘાણી-ચાહકો અને સાહિત્ય-પ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંઘ (આઈપીએસ)એ શુભેચ્છા પાઠવી હતી. ચોટીલાની પોલીસ-લાઈન અને પોલીસ-પરિવારમાં જન્મેલાં ઝવેરચંદ મેઘાણીનું 'લાઈન-બોય'તરીકે ગુજરાત પોલીસ સવિશેષ ગૌરવ અનુભવે છે જે ખાસ ઉલ્લેખનીય છે.

વિશ્વભરમાં વસતાં દરેક ગુજરાતી ઝવેરચંદ મેઘાણીના પ્રેરણાદાયી જીવન-કવનમાંથી પ્રેરિત થાય છે. સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ તેમ જ આઝાદીની લડતમાં તેમનું અનન્ય અને મહામૂલું પ્રદાન કયારેય વિસરાશે નહીં તેવી પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાએ લાગણીભેર ભાવાંજલિ અર્પી હતી. ઝવેરચંદ મેઘાણીના જીવનના પ્રેરક પ્રસંગોને પિનાકી મેઘાણીએ વાગોળ્યા હતા.

વિશ્વ અહિંસા નિબંધ સ્પર્ધામાં વિજેતા થયેલ ચોટીલાની શાળાની ત્રણ વિદ્યાર્થીનીઓ દેવ્યાની કે. રહેવર, દિપાલી સી. કણસાગરા અને ગોપી ડી. ધરજીયાનું પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું તેમજ પિનાકી મેઘાણીના માતૃશ્રી સ્વ. કુસુમબેન મેઘાણીની પુણ્યસ્મૃતિમાં દરેકને રૂ. ૫૦૦નો પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ।ઓ વિભાગના ગ્રંથાલય ખાતા દ્વારા જન્મસ્થળની સામે આવેલ સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે સમગ્ર 'મેઘાણી-સાહિત્ય'પુસ્તક પ્રદર્શનનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. —૧૨૪મી મેઘાણી-જયંતી નિમિત્ત્।ે વંચિત સમાજ, નિરાધાર વિધવા બહેનો, વિચરતી જાતિ સમુદાય, દિવ્યાંગ – વિકલાંગનાં જરૂરિયાતમંદ પરિવારોને અનાજ અને અન્ય જીવન-ઉપયોગી સામગ્રીની કીટ વિતરણનાં સેવાયજ્ઞનો આરંભ પિનાકી મેઘાણી (મો. ૯૮૨૫૦૨૧૨૭૯) અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા કરાયો છે. જરૂરીયાતમંદ પરિવારોને એક કીટમાં રૂ. ૨૫૦૦ની ઉચ્ચ ગુણવત્ત્।ાની ૪૦ કીલો જેટલી સામગ્રી : ઘઉ, ચોખા, તુવેરની દાળ, મગ, ચણા, મગની ફોતરાવાળી દાળ, શીંગ તેલ, ચા, ખાંડ, બેસન, મીઠું-મરચું-હળદર-ધાણાજીરૂ, સાબુ, વોશિંગ પાવડર વગેરે ભેટ આપવામાં આવે છે. ફરજ પર કોરોનાને લીધે શહીદ થયેલા વાલ્મીકિ સમાજનાં 'કોરોના વોરિયર'સફાઈ કામદાર ભાઈઓ-બહેનોનાં જરૂરીયાતમંદ પરિવારોને વિશેષરૂપે સહાય આપવામાં આવે છે.

૨૦૨૧માં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી આવે છે તે નિમિત્ત્।ે ચોટીલા સ્થિત જન્મસ્થળનાં ઐતિહાસિક મકાન તથા આજુબાજુમાં આવેલ અન્ય ઐતિહાસિક મકાનો, ઈમારતો, જગ્યાઓને સાંકળીને ભવ્ય 'સ્મારક-સંકુલ' તરીકે વિકસાવવામાં આવે તથા આ સંકુલમાં ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્યને નિરૂપતું અઘતન ર્દશ્ય–શ્રાવ્ય–મલ્ટીમિડિયા પ્રદર્શન ઉપરાંત સંશોધન-કેન્દ્ર, ગ્રંથાલય અને વાચન-કક્ષ, ઓડીટોરિયમ, મેઘાણી-પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવે તેવી વિશ્વભરમાં વસતાં સેંકડો ગુજરાતીઓની લોકલાગણી છે.

આલેખનઃ

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

(મો.૯૮૨૫૦ ૨૧૨૭૯)

(10:53 am IST)